• Gujarati News
  • National
  • સ્થિતિ વણસે તો બોર ધરાવતાં ફ્લેટ, સોસાયટીને મ્યુનિ.નું પાણી નહીં મળે

સ્થિતિ વણસે તો બોર ધરાવતાં ફ્લેટ, સોસાયટીને મ્યુનિ.નું પાણી નહીં મળે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં ખાનગી બોરનો સરવે કરાવવાનો નિર્ણય કર્યો છે. ખાનગી બોરનો સરવે કરી તેમાંથી કેટલું પાણી ઉપલબ્ધ થાય છે તેનો અંદાજ કાઢવામાં આવશે. દરેક ઝોનવાર આ કામગીરી કરવાનો આદેશ કરાયો છે. નજીકના દિવસોમાં જો પાણીની તંગી ઊભી થાય તેવા સંજોગોમાં જ્યાં પાણીના ખાનગી બોર છે ત્યાં ત્યાં મ્યુનિ.દ્વારા અપાતું સરફેસ વોટર ઓછું કરી દેવાશે અથવા તો આપવામાં નહીં આવે અને જ્યાં પાણીના બોર નથી ત્યાં પાણી અપાશે. સરવે માટે દરેક ઝોનના ઈજનેર વિભાગને તાકીદ કરી છે. શહેરમાં લગભગ મોટા ભાગની સ્કીમોમાં ખાનગી બોર હોવાનું મનાય છે.

શહેરમાં દૈનિક પ્રતિ વ્યક્તિ દીઠ 140 તી 160 લિટરનો વપરાશ છે. દરેક સ્કીમ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે પાણીનો બોર જે તે બિલ્ડર દ્વારા શરૂ કરવામાં આવે છે. ત્યારબાદ બિલ્ડર સોસાયટીને બોર સોંપે છે ત્યારબાદ જે તે સોસાયટીને કોર્પોરેશન દ્વારા પણ પાણી આપવામાં આવે છે. સોસાયટીઓ સપ્તાહમાં બેથી ત્રણવાર જ પાણીનો બોર ચલાવે છે. ઝોનવાર બોરનો સરવે કર્યા બાદ કેટલુ પાણી ઉપયોગમાં લેવાય છે તેનો અંદાજ સ્પષ્ટ થઈ શકે તેમ વોટર વિભાગના અધિકારીનું કહેવું છે.

દિવ્ય ભાસ્કર

જળ અભિયાન
WHOના માપદંડથી વધુ પાણીનો વપરાશ
કોતરપુર વોટર વકર્સ સૌથી મોટો પ્લાન્ટ છે. તેમાંથી 715 એમ.એલ.ડી. (મિલિયન લિટર પર ડે ), દૂધેશ્વરમાંથી 70 એમ.એલ.ડી.,જાસપુરમાંથી 275 એમ.એલ.ડી. અને રાસ્કામાંથી 200 એમ.એલ.ડી. પાણી મેળવવામાં આવે છે. જાસપુર અને દૂધેશ્વર વોટર વર્કસમાં 300 એમ.એલ.ડી. પાણી અપાય છે. જાસપુરમાં નર્મદા કેનાલની જોડે જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવાથી સીધું પાઇપલાઇન મારફતે પાણી આવે છે. રાસ્કામાં શેઢી કેનાલમાંથી આવતું પાણી ટ્રીટમેન્ટ કરી 19 પંપો દ્વારા દક્ષિણ-પૂર્વ ઝોનને અપાય છે. શહેરમાં દરરોજનું 1080 એમ.એલ.ડી. પાણી વપરાય છે જે ડબ્લ્યૂ.એચ.ઓ.ના માપદંડ કરતા વધુ છે.

પાણીના સ્ત્રોત
715
એમએલડી કોતરપુર

70
એમએલડી દૂધેશ્વર

275
એમએલડી જાસપુર

200
એમએલડી રાસ્કા

300
એમએલડી નર્મદા

અન્ય સમાચારો પણ છે...