તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેડિકલની તમામ બેઠકો ભરાઈ ગઈ, ત્રીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ

મેડિકલની તમામ બેઠકો ભરાઈ ગઈ, ત્રીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

મેડિકલશાખાની તમામ બેઠકોના ત્રીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી ગુરુવારે પૂર્ણ થઈ હતી, જેમાં કુલ 21 કૉલેજની 2142 બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. મેડિકલની 105 બેઠક અપગ્રેડ કરાઈ છે. પ્રવેશ સમિતિ ડેન્ટલ અને આયુર્વેદ શાખાની બેઠકોની પ્રવેશ કાર્યવાહીનો કાર્યક્રમ 30મી પછીથી જાહેર કરાશે.

પ્રવેશ કમિટીના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ડેન્ટલની પ્રવેશ કાર્યવાહી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 7 ઑક્ટોબર પહેલાં પૂર્ણ કરવા કહ્યું છે, જે મુજબ કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...