તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓઢવ વટવામાં ટપાલ કચરા પેટીમાં ફેંકાતી હોવાની ફરિયાદ

ઓઢવ-વટવામાં ટપાલ કચરા પેટીમાં ફેંકાતી હોવાની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાપૂર્વ વિસ્તારોમાં અને ખાસ કરીને ઓઢવથી વટવા સુધીના વિસ્તારોમાં લોકો પોસ્ટ વિભાગની મદદથી મોકલવામાં આવતી ટપાલ તેના ગંતવ્ય સ્થળ સુધી પહોંચતી નથી અને ટપાલીઓ દ્વારા તેને કચરા પેટીમાં નાખી દેવાય છે. જેથી મુદ્દે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની સાથે વિજિલન્સ તપાસની પણ સ્થાનિકો દ્વારા માગણી કરવામાં આવી છે.

વટવાના મ્યુનિ. કોર્પોરેટર અતુલ પટેલે જણાવ્યું કે, ઓઢવ, વસ્ત્રાલ, જશોદાનગર, વિનોબાભાવેનગર, વિંઝોલ સહિત આસપાસના વિસ્તારોમાં પોસ્ટ વિભાગ દ્વારા ટપાલોનું યોગ્ય વિતરણ કરાતું નથી. ઘણીવાર તો સામાન્ય ટપાલો કચરાપેટીમાં ફેંકી દેવાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે માસ દરમિયાન અંબાજી સેવા માટે મેં 20 હજાર જેટલા પોસ્ટકાર્ડ લોકોને પોસ્ટ કર્યા હતા પરંતુ વટવા, ઓઢવ, જશોદાનગરના ટપાલીઓ દ્વારા પોસ્ટકાર્ડ વહેંચાયા નથી. પોસ્ટ વિભાગના એસએસપી સંજય અખાડેને પૂછતા તેમણે જણાવ્યું કે, હાલ પોસ્ટ વિભાગમાં ટપાલીઓની ઘટ છે તેથી પોસ્ટ પહોંચાડવામાં કદાચ મોડું થાય પરંતુ રીતે કોઈ પણ ટપાલી દ્વારા ટપાલ કચરામાં ફેકાતી નથી. જો કે તેઓ ફરિયાદ અંગે ચોક્કસ તપાસ કરી જો કોઈ કસૂરવાર હશે તો તેની સામે કાર્યવાહી કરાશે.

સ્થાનિકોએ વિજિલન્સની તપાસની માગણી કરી

અન્ય સમાચારો પણ છે...