તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પવનની દિશા બદલાઈ, ગરમી ઘટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાંબે દિવસથી રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી પવનોને કારણે ગરમીનો પારો વધ્યો હતો. પરંતુ, ગુરુવારે સવારથી પવનની દિશા બદલાઇને પશ્ચિમથી પશ્ચિમનાં પવનો શરૂ થયાં છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોનાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. તેમજ આગામી બે દિવસમાં રાજ્યનાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.

ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.0 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લાં બે દિવસનાં પ્રમાણમાં શહેરમાં ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. જયારે રાજ્યનાં અન્ય શહેરોમાં ગરમીનો પારો 31થી 36 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. સુરેન્દ્રનગર- 36 તેમજ રાજ્યમાં 36.1 ડિગ્રી સાથે કંડલા પોર્ટમાં સોથી વધુ ગરમી નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...