તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુનિવર્સિટીઓને અનામતની વિગતો આપવાનો આદેશ

યુનિવર્સિટીઓને અનામતની વિગતો આપવાનો આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

શિક્ષણવિભાગે ગુજરાત યુનિવર્સિટી સહિતની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓને યુજીસીની ગાઈડ લાઈન અનુસાર એસસી અને એસટી કેટેગરીની ખાલી જગ્યાઓ ઉપર અનામત નીતિનો અમલ કરીને અરસ પરસ પ્રવેશ ફાળવવા પત્ર લખીને આદેશ આપ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનામત નીતિનો અમલ કરાયો હતો, તે મુજબ આપની યુનિવર્સિટીમાં શા માટે અમલ થયેલ નથી તેની વિગતો રજૂ કરવા માટેની વિનંતી છે.

શિક્ષણ વિભાગે વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓને યુજીસીની ગાઈડ લાઈન અનુસાર વિવિધ પ્રવેશ કાર્યવાહીમાં એસસી અને એસટી કેટેગરીની ખાલી જગ્યાઓ ઉપર અનામત નીતિનો ચુસ્તપણે અમલ કરીને અરસ પ્રવેશ ફાળવવાનો આદેશ આપ્યો છે, જો તેમ નહીં કરાય તો 2015ના એટ્રોસિટીના સુધારેલા કાયદા અનુસાર કાર્યવાહી કરવા માટેનો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...