તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સર્વેલન્સ સ્કવોડને ખાખી વર્દી પહેરવા કમિશનરનો આદેશ

સર્વેલન્સ સ્કવોડને ખાખી વર્દી પહેરવા કમિશનરનો આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાતમામ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મીઓએ હવે ખાખી વર્દી પહેરવી પડશે. પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ તમામ ઝોનના ડીસીપીને પોલીસ સ્ટેશનોમાં ચેકિંગ કરી સર્વેલન્સ સ્ક્વોડનો કોઈ કર્મચારી ખાનગી કપડામાં મળી આવે તો કે અંગેનો રિપોર્ટ પોતાના સેક્ટરના ઈન્ચાર્જને મોકલી આપવા કહ્યું છે. આતંકી હુમલાના ઈનપુટ ઉપરાંત નવરાત્રી અને દિવાળી નજીક આવી રહ્યાં છે. ત્યારે સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ મોટાભાગે ખાનગી ડ્રેસમાં પેટ્રોલિંગ કરતા હોય છે માટે કોઈને મદદની જરૂર હોય તો તેવો સ્કવોડના સભ્યોને ઓળખી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...