તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લહેરિયા પોળ, સહજાનંદ કોમ્પ.માં પોલીસની રેડ

લહેરિયા પોળ, સહજાનંદ કોમ્પ.માં પોલીસની રેડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
IMEI નંબર બદલાય તેવા 250 મોબાઈલ સાથે 3 ઝબ્બે

સુરક્ષાએજન્સીઓ ગુનેગારોને પકડવા માટે મોબાઈલના લોકેશન અને I.M.E.I નંબરનો સહારો લેતી હોય છે. પરંતુ પોલીસની ડિટેકશનની રીત જાણી ગયેલા ગુનેગારો I.M.E.I નંબર બદલી શકાય તેવા મોબાઈલનો ઉપયોગ કરે છે. મેઈડ ઈન ચાઈનાના મોબાઈલનો ઉપયોગ થતો હોવાથી અમદાવાદમાં કેટલાક સ્થળો પર મોબાઈલ છૂપી રીતે વેચાતા હોવાની બાતમીના આધારે સાઈબર ક્રાઈમ દ્વારા ઝવેરીવાડના શેઠનો પાડો, લહેરિયા પોળ તેમજ સહજાનંદ કોમ્પ્લેક્સમાં દરોડા 250 મોબાઈલ ઝડપી અજય માધવાણી, અનુજ મિત્તલ, રાકેશ આસુદાની નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે.

I.M.E.I નંબર કેવી રીતે બદલાતો હોય છે

સાઈબરક્રાઈમના જણાવ્યા અનુસાર, મોબાઈલ મેઈડ ઈન ચાઈનાના હોય છે. જ્યારે મોબાઈલમાં એક નંબર ડાયલ કર્યા પછી તેમાં મોબાઈલનો I.M.E.I બતાવે છે. જ્યારે બીજો ઓપ્શન મોબાઈલનો I.M.E.I નંબર બદલવા માટેનો પણ આવે છે.

અન્ય સમાચારો પણ છે...