તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રખિયાલમાંથી કારમાં લઈ જવાતું 500 કિલો ગૌમાંસ પોલીસે ઝડપ્યું

રખિયાલમાંથી કારમાં લઈ જવાતું 500 કિલો ગૌમાંસ પોલીસે ઝડપ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રખિયાલમાંબળિયાકાકા ચાર રસ્તા પાસેથી ગુરુવારે સવારે 8 વાગ્યે કારમાં લવાયેલું 500 કિલો ગૌમાંસ ઝડપાયું હતું. પોલીસે બે શખસને પકડી લીધા હતા પરંતુ એક આરોપી ભાગી છૂટ્યો હતો.

પીએસઆઇ કે. જે. ચૌધરીના જણાવ્યા અનુસાર, બાતમી મળી હતી કે ગૌમાંસ ભરેલી ગાડી રખિયાલ વિસ્તારમાંથી પસાર થવાની છે. આથી રખિયાલ પોલીસે અલગ અલગ સ્થળે વોચ ગોઠવી હતી, જેમાં બળિયાકાકા ચાર રસ્તા પાસે સવારે 8 વાગે કાર પૂરઝડપે આવતી દેખાઈ હતી. પોલીસે કાર રોકવાનો ઇશારો કર્યો છતાં ડ્રાઇવરે ઊભી રાખી નહોતી. પોલીસે ગાડીનો પીછો કરી કારની અટકાત કરી હતી. જોકે કારમાં સવાર આરોપી અનવર ભઠ્ઠી પોલીસ કાર્યવાહી દરમિયાન ભાગી છૂટ્યો હતો. પોલીસે ડ્રાઈ‌વર શાહીદ અલીની ધરપકડ કરી હતી. કાર તપાસતાં તેમાં પાછળની તરફ કારને ઓઢાડવા માટે વપરાતા કવરની નીચે માંસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એફએસએલને બોલાવી તપાસ કરાવતા 500 કિલો ગૌમાંસ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ડ્રાઇવર શાહીદની પૂછપરછ કરતાં ગૌમાંસ કઠલાલથી લવાયું હોવાનું તેમજ ગોમતીપુર ખાતે એક કસાઈને ત્યાં પહોંચાડવાનું હોવાની કબૂલાત કરી હતી. જોકે કઠલાલમાં ક્યાંથી અને ગોમતીપુરમાં ક્યાં લઈ જવાનું હતું, તેની તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...