તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તેલીબિયાંના મોટા પાકના અંદાજો અને આયાત ડ્યૂટી ઘટાડાના કારણે નરમાઇ

તેલીબિયાંના મોટા પાકના અંદાજો અને આયાત ડ્યૂટી ઘટાડાના કારણે નરમાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાદ્યતેલોની આયાત ડ્યૂટી ઘટતા તેજીને બ્રેક

કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

સરકારેતાજેતરમાં ખાદ્યતેલોની આયાત પરની ડ્યૂટીમાં ઘટાડો કરવાના કારણે આગામી સમયમાં આયાતમાં વધુ વધારો થશે તેવા અહેવાલો છે. આયાતમાં વૃદ્ધિના અહેવાલ અને નવી સિઝનમાં તેલીબિયાં પાકના અંદાજો ઉંચા મુકાતા ભાવ સપાટી નરમ પડી છે. ખાસકરીને સિંગતેલમાં આજે ભાવ રૂ.10-20 નીચા ક્વોટ થતા હતા. રાજકોટ ખાતે સિંગતેલ લુઝ 1210-1215 બોલાતું હતું જ્યારે કપાસિયા અને પામતેલમાં પણ ભાવ નીચા ક્વોટ થતા હતા. સસ્તા તેલની જંગી આયાતના કારણે સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝને મોટો ફટકો પડી રહ્યો છે.

અન્ય એગ્રી કોમોડિટીમાં પણ ભાવ સપાટી નરમાઇ તરફી રહી છે. મોટા ભાગના ઉત્પાદક વિસ્તારોમાં પાછોતરો સારો વરસાદ થતા ઉત્પાદનમાં વધારો થશે તેવી માન્યતાએ ભાવ ઘટ્યાં છે. ખાસકરીને કપાસમાં આજે વધુ વાયદો ઘટીને રૂા.890 ક્વોટ થતો હતો. આગામી એકાદ પખવાડીયામાં નવા માલોની આવકોમાં પ્રેશર આવશે અને ભાવ વધુ ઘટશે તેવું મોટા ભાગના ટ્રેડરોનું કહેવું છે. રૂના ભાવ પણ રૂા.200-300 ઘટીને રૂા.47000-49000 જ્યારે નબળા માલોમાં 44000-46000ના ભાવ ક્વોટ થતા હતા.

ગવાર ઉત્પાદનમાં જંગી ઘટાડો છે પરંતુ ગમમાં નિકાસ વેપારો સાવ ઠંડા રહેતા અને ક્રૂડમાં ભાવ સપાટી બે તરફી રેન્જમાં અથડાઇ રહી હોવાથી તેજીને સપોર્ટ મળતો નથી. ગમ વાયદો 3 ટકા સુધી ઘટીને રૂા.6740 અને ગવાર વાયદો રૂા.3580 ક્વોટ થતો હતો. ધાણામાં પણ ડિમેટમાં માલો નબળી ગુણવત્તાના હોવાથી વાયદો નરમ રહ્યો છે. એરંડાના વાવેતર-ઉત્પાદનમાં કાપની દહેશત છે પરંતુ દરેક ઉછાળે હાજરમાં વેચવાલીનું પ્રેશર વધી રહ્યું હોવાથી સુધારો ટકતો નથી.

અન્ય સમાચારો પણ છે...