તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બોપલ ઘુમા પાલિકા પ્રમુખ ચેરમેન સામે ભાજપના સભ્યોનો વિરોધ

બોપલ-ઘુમા પાલિકા પ્રમુખ-ચેરમેન સામે ભાજપના સભ્યોનો વિરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોપલ-ઘુમાનગરપાલિકામાં શાસક ભાજપમાં યાદવાસ્થળી થઈ છે. પાલિકા પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સામે ખુદ ભાજપના 25 કાઉન્સિલરોએ બાંયો ચઢાવી છે. પ્રમુખ અને ચેરમેન પાલિકામાં થતા કોઈ પણ નિર્ણયોમાં પોતાનો અિભપ્રાય લેતા નથી અને મનફાવે તે રીતે વર્તે છે, એવી સભ્યોએ ભેગા મળીને કલેક્ટર સમક્ષ અરજી કરી છે. ઉપરાંત મંગળવારે સભ્યો મામલે પ્રદેશ પ્રમુખને પણ રજૂઆત કરવાના છે. હાલના પ્રમુખ બિપીન શેલાર અને સ્ટેન્ડિંગ ચેરમેન મહેશ પટેલ કોઈ પણ કમિટીનો ઠરાવ કે અન્ય નિર્ણયોના ઠરાવ સભ્યોને વંચાણે લેવા દેતા નથી. કારણે વહીવટમાં અનેક ગોટાળા અને ગેરરીતિ થયાની પણ શંકા થઈ છે.

બોપલ-ઘુમા નગરપાલિકાના સભ્ય હર્ષદ પટેલ તથા અન્ય સભ્યોએ પ્રમુખ અને કલેક્ટર સમક્ષ અરજી કરી છે. જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે, પ્રમુખ અને ચેરમેન દ્વારા કોઈ પણ કાઉન્સિલરને કોઈ પણ નિર્ણયના ઠરાવની નકલ આપવામાં આવતી નથી.

‘એક-બે જણાએ વિવાદ ઉપજાવ્યો છે’

^તમામઆક્ષેપો પાયાવિહોણા છે અને તમામ વાતો એકાદ-બે સભ્યો દ્વારા ઉપજાવી કાઢેલી છે. 25 સભ્યોનો એવો કોઈ વિરોધ છે નહીં. અને તમામ સભ્યોને ઠરાવની કોપી આપવામાં આવે છે. > બિપીનશેલાર, પાલિકાપ્રમુખ

અમેતો તમામ સભ્યોને નકલ આપીએ છીએ

^સભ્યોનાઆક્ષેપ ખોટા છે, કોઈપણ કામ મંજૂર થાય પછી તરત ઠરાવની નકલ સભ્યોને અપાય છે. ટેન્ડરોમાં પણ ગોલમાલની વાત ખોટી છે. કેમકે પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે છે . > મહેશપટેલ, ચેરમેનસ્ટેન્ડિંગ કમિટી

અમુક સભ્યો નામ આપવાની શરતે કહે છે કે, ‘અમારે કોઈ પણ નિર્ણયનો ઠરાવ મેળ‌વવો હોય તો તે માટે આરટીઆઈ કરવી પડે છે અને તો તે ઠરાવ મળે છે.

વહીવટમાં ગોટાળા, ઠરાવ વંચાણે લઈ કૌભાંડો કરવાના આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...