• Gujarati News
  • National
  • અમરભટ્ટના કંઠે ભક્તિ અને રહસ્યમાર્ગી કવિતાઓનું ગાન

અમરભટ્ટના કંઠે ભક્તિ અને રહસ્યમાર્ગી કવિતાઓનું ગાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રેણતા પદ્મભૂષણ ડૉ.ધીરુભાઈ ઠાકરની પૂણ્યસ્મૃતિમાં એક ખાસ ‘સ્મૃતિ વંદના’ કાર્યક્રમનું આયોજન ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે કરવામાં આવ્યું છે. 24 જાન્યુઆરીના રોજ બુધવાર સાંજે 5.30 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સ્મૃતિ વંદના’ નામના આ કાર્યક્રમમાં વક્તા તરીકે ધીરુબેન પટેલ અને ચંદ્રકાન્ત શેઠ ઘીરુભાઈ ઠાકર સાથેના અનુભવોની સાથે સાહિત્યના ક્ષેત્રે ધીરુભાઈ ઠાકરે ખેડેલા ખેડાણ વિશે શ્રોતાઓ સમક્ષ વાત કરશે. આ સાથે અમર ભટ્ટ અને તેમના મ્યુઝિશિયન દ્વારા ‘ભક્તિ અને રહસ્યમાર્ગી કવિતાઓ’નું ગાન કરવામાં આવશે. 24 જાન્યુઆરીએ બુધવારે સાંજે આયોજીત આ કાર્યક્રમ દરેક શ્રોતાઓ માટે ઓપન ફોર ઓલ રહેશે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રેણતા પદ્મભૂષણ ધીરુભાઈની સ્મૃતિમાં આ કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...