• Gujarati News
  • National
  • કોલેજીયન યુવતીઓએ કરી યુવકની છેડતી...!

કોલેજીયન યુવતીઓએ કરી યુવકની છેડતી...!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક ક્ષણ માટે વિચારો કે અચાનક જ જગતની તમામ સ્ત્રીઓ પુરુષ અને તમામ પુરુષો સ્ત્રી બની જાય તો શું થાય? કેવી સાંસ્કૃતિક અરાજકતા સર્જાય? આવું જ કંઈક નિરમા યુનિવર્સિટીના એન્યુઅલ મેનેજમેન્ટ એન્ડ કલ્ચરલ ફેસ્ટના સ્ટેજ પર બન્યુ. વાત છે કોલકાતાની આર્મી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ ભજવેલા ‘મેન્સ વર્લ્ડ’ એકાંકીની. નાટક જોઈ રહેલા દર્શકોને પાંચ મિનિટ પછી ત્યારે આંચકો લાગ્યો જ્યારે અચાનક જ સ્ત્રી પાત્રો પુરુષ અને પુરુષ પાત્રો સ્ત્રી બની ગયા. યુવતીઓ યુવકની છેડતી કરવા લાગી. એ રીતે બંન્ને એક-બીજાના જેન્ડરમાં એક-બીજાને ભોગવવી પડતી તકલીફો ભોગવવા લાગ્યા. અંતે બંન્નેને એ વાતનો અહેસાસ થાય છે કે સ્ત્રી પોતાની જગ્યાએ અને પુરુષ પોતાની જગ્યાએ યોગ્ય જ છે. જેન્ડર નહીં પણ એક-બીજા પ્રત્યેના વિચારો બદલવાની જરૂર છે.

Annual Fest

#metoo

ટનટનાટન ટન ટન તારા ચલતા હૈ ક્યા નો સે બારા...!
‘મેન્સ વર્લ્ડ’ નાટકમાં સ્ત્રી જ્યારે પુરુષ બની જાય છે ત્યારે સર્જાય છે કંઈક આવું દ્રશ્ય

દેશની પાર્લામેન્ટની જેમ જ સ્ટુડન્ટ્સની પાર્લામેન્ટમાં પણ રહી પાંખી હાજરી
એન્યુઅલ ફેસ્ટના ભાગ રૂપે વિદ્યાર્થીઓ દ્વારા લાઈવ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પાર્લામેન્ટમાં પણ દેશની પાર્લામેન્ટની જેમ જ ખાલી ખુરશીઓ જોવા મળી હતી.

ફેસ્ટના પ્રથમ દિવસે યોજાયેલી ઈવેન્ટ્સ
ક્વિઝ કોમ્પિટિશન

મેકરનોવા માર્કેટિંગ

કોમ્પિટિશન

લાઈવ પાર્લામેન્ટ

રંગમંચ

એક્સપર્ટ લેક્ચર

ફૂટલૂઝર

કલ્ચર અને મ્યુઝિકલ નાઈટ

નાટકમાં અપાયો સ્ત્રી અને પુરુષના જેન્ડર નહીં પણ વિચારો બદલવાની જરૂર હોવાનો સંદેશ
પેન્સિલના છોલને વેચવાનો ટાસ્ક
મેકરનોવા માર્કેટિંગ કોમ્પિટીશનમાં સ્ટુડન્ટ્સને અતિ સામાન્ય વસ્તુઓને પણ બેસ્ટ કહીને વેચી બતાવવાના ટાસ્ક આપવામાં આવ્યા હતા. જેમાં પેન્સિલના છોલ વેચી બતાવવાનો ટાસ્ક પણ સામેલ હતો.

અન્ય સમાચારો પણ છે...