તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ક્રિએટિવ ભક્તોએ બનાવી ગણેશજીની અનોખી મૂર્તિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિએટિવ ભક્તોએ બનાવી ગણેશજીની અનોખી મૂર્તિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
}ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડમી દ્વારા દર વર્ષે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે. વર્ષે પણ તેઓ દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. બાળકો ગણેશોત્સવ ધામધૂમથી ઉજવી રહ્યા છે.

}નરોડા વિસ્તારમાં રહેતા રાકેશભાઈ પ્રજાપતિ પોતાના પરિવાર અને અન્ય સંબધીઓ સાથે 9થી વધારે વિવિધ પ્રકારના ગણપતિના સ્વરૂપોનું નિર્માણ કરીને MYFMના સ્ટુડિયો પર નાચતા ગાતા આર.જે અર્ચનાને મળવા આવ્યા હતા.

}સેટલાઇટ વિસ્તારના મધુવૃંદ સોસાયટીમાં રહેતા અમિતભાઇ પટેલ આંખની થીમ પર ઇકોફ્રેન્ડ્લી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કર્યું છે.

}સોપારીને ગણપતિનું સ્વરૂપ માનાય છે. રાણીપમાં રેહતા તોરલ અને હની પારેખની જોડીએ પોતાના નિર્માણ કરેલા બાપ્પાને લઇ નિમિષાને મળવા આવ્યા હતા.

}નારણપૂરાના સરગમ એપાર્ટમેન્ટમાં વર્ષાબેન દિલીપભાઇ પટેલે ખાસ બંગાળી કારિગરને ઘરે બોલાવીને માટીના ઇકોફ્રેન્ડલી ગણપતિ બનાવી તેમની સ્થાપના કરી.

}ગુરુકુળ યુવક મિત્ર મંડળ દ્વારા પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને આવર્ષે 1200 કિલો વજનની માટીની મૂર્તિ બનાવવામાં આવી છે.

}નારણપૂરા ગામમાં આવેલા મૂક્તિવાસમાં રહેતા કનુભાઇ ઠાકોરે ઇકોફ્રેન્ડલી ગણેશની પ્રતિમાનું સ્થાપન કર્યું છે.

}માણેકચોકમાં આવેલી માંડવીની પોળમાં સુનીલભાઈ રાવલના ઘરે કૈલાશ માનસરોવર થીમ પર ઇક્રોફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે.

}અમદાવાદના નરોડા વિસ્તારમાં રેહતા એક બપ્પાના ભક્તે ફૂલો થી ગણપતિના મોહક સ્વરૂપનું નિર્માણ કર્યું હતું.

}વસ્ત્રાપુરમાં આવેલ આકાશ-2 એપાર્ટમેન્ટમાં રહેતા યંગસ્ટર્સ દ્વારા ઇકોફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. યંગસ્ટર્સ પણ ગણેશોત્સવને ધામધૂમથી ઉજવી રહ્યા છે.

}ઘોડાસર પાસે આવેલા વનદેવી રો-હાઉસમાં રહેતા અમિત ભાવસારે ઘરે હાથેથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવીને તેનું સ્થાપન કર્યું.

}હાથીજણ વિસ્તારમાં રેહતા વિજયભાઈ ચૌહાણ આરીવર્કના ગણપતિનું ચિત્ર બનાવી આર.જે પાયલને મળવા MYFMના સ્ટુડિયો પર આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો