તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આંખના સર્જનની સેવાને રાષ્ટ્રપતિએ બિરદાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંખના સર્જનની સેવાને રાષ્ટ્રપતિએ બિરદાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઈન્ડિયનરેડક્રોસ અને સેંટ જ્હોન એમ્બ્યુલન્સ સર્વિસ સાથે છેલ્લા 35 વર્ષથી સેવા આવી રહેલા શહેરના આંખના સર્જન ડૉ.અનવર મન્સૂરીને 30 ઓગસ્ટે રાષ્ટ્રપતિ પ્રવણ મુખરજી દ્વારા ‘સેંટ જ્હોન’ ગોલ્ડ મેડલથી સન્માનિત કર્યા છે.ભારતમાં આવેલી આફતોમાં ડૉ.મનસૂરીએ સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ સમાજ માટે પુરું પાડ્યુ છે.

અંગે ડૉ.મનસૂરીએ કહ્યું કે, ‘બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે મેં સેંટ જ્હોન અને રેડક્રોસ સાથે જોડાયો હતો. પછી ડોક્ટરના ફિલ્ડ સાથે સમાજસેવાનું પણ બીડું ઝડપ્યું હતુ. ભારતમાં દરેક આપતિ વખતે મેડિકલ સારવાર આપવા માટે નિકળી પડીએ છીએ. અમે નક્સલવાદ પ્રભાવિત વિસ્તારથી લઈને જ્યાં સતત ભારેલો અગ્નિ રહે છે તેવા કાશ્મીર સુધીના વિસ્તારોમાં લોકોની સેવા કરી છે.’

હેરના આંખના સર્જન એવા અનવર મન્સૂરીને ભારતમાં વિવિધ સ્થળોએ આવેલી આફતોમાં મેડિકલ સેવા આપવા બદલ ‘સેંટ જ્હોન’ ગોલ્ડ મેડલ અપાયો

2001ના કોમી રમખાણો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘ગુજરાત કોમી રમખાણોમાં સળગી રહ્યું હતું ત્યારે અમે અમદાવાદના સંવેદનશીલ એરિયામાં જઈને માનવીય સેવાની નવી વ્યાખ્યા આપી હતી. અમારા પર હુમલો થશે એવો જરાય ડર રાખ્યા વગર નાત-જાત ભૂલીને માનવતા ધોરણે સેવા આપી હતી.’

મચ્છુડેમ તુટવાની ઘટના વિશે વાત કરતા ડૉ.મન્સુરીએ કહ્યું કે, ‘અમે ટીમ સાથે મોરબી પહોંચ્યાં ત્યારે મોરબીની હાલત જોઈ તો મારુ હૃદય કંપી ઉઠ્યું હતુ.પશુ અને માણસના મૃતદેહ રસ્તાઓ પર દેખાતાં હતા. પાણી કેટલું પ્રચંડ રીતે આવ્યુ હશે કે ઘણા શબ તો થાંભલાઓ પર લટકતા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો