તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગાંધીધામના લાકડાના વેપારીઓ વેટની ઝપટમાં: રૂ.60 કરોડની કરચોરી પકડાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામના લાકડાના વેપારીઓ વેટની ઝપટમાં: રૂ.60 કરોડની કરચોરી પકડાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનાવાણિજ્યિક વેરા વિભાગે, ગાંધીધામમાં લાકડાના વેપારીઓ પર સાગમટે પાડેલા દરોડામાં રૂ.60 કરોડની વેટ ચોરી પકડી પાડી છે. વેટ વિભાગે 27 વેપારીના 45 જેટલા સ્થળે હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં અંદાજે રૂ. 3200 કરોડના વ્યહારોના પર્દાફાશ થવાને પગલે વેટ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. જંગી રકમના વ્યવહારોને ધ્યાનમાં લેતાં 13 ટકા વેટ અને 300 ટકા પેનલ્ટી લાગુ કરવામાં આવે તો રૂ. 400 કરોડની વેટ ચોરી પકડાવાની શક્યતા છે. વેપારીઓના બેંક ખાતા સ્થગિત કરાયા છે અને દસ્તાવેજો જપ્ત કરીને સઘન તપાસ હાથ ધરાઈ છે.

ગાંધીધામમાં વેટ વિભાગે સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરીને 27 વેપારીઓના બિલ વિના કરાયેલા અંદાજે રૂ.3,200 કરોડના પર પ્રાંતના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ કર્યો છે. જે પૈકી ફક્ત દિલ્હીમાં રૂ. 2 હજાર કરોડના વ્યવહારો કરાયા હોવાનું જોવા મળ્યું છે.

વેટના 3 અધિકારીની ટીમને તપાસ માટે દિલ્હી મોકલાઈ છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ- પ્રત્યેકમાં રૂ.300 કરોડના વ્યવહારો થયા છે. વેપારીઓ અન્ડઈન્વોઈસિંગ કરવા સહિતની મોડસ ઓપરેન્ડી મારફતે વ્યવહારો કરીને વેટ ચોરી કરતા હોવાની મળેલી બાતમીના આધારે ઓનલાઇન વ્યવહારો, ટિન નંબર, વગેરેની તપાસ કરાઈ હતી.

ઉપરાંત કરોડોના બિનહિસાબી વ્યવહારોમાં ટ્રાન્સપોર્ટસની સંડોવણી પણ બહાર આવી છે.

કંડલા પોર્ટ પરના ગોડાઉનોમાં વિદેશથી આયાત કરાયેલો લાકડાનો જંગી સ્ટોક પડ્યો છે. સ્ટોક અન્ય સ્થળે લઈ જવા માટે ‘વેટ’ની મંજૂરી મેળવીને ક્લીયર કરવામાં આવે તે માટે કસ્ટમ્સ સત્તાવાળાઓને અપીલ કરાઈ છે. આમ, કંડલા પોર્ટ પર કરોડોનો સ્ટોક સલવાઈ ગયો છે.

િદલ્હી સહિત પરપ્રાંતના રૂ. 3200 કરોડના શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ

કરચોરીનો આંક રૂ.400 કરોડે પહોંચવાની શક્યતા: 45 સ્થળે સર્ચ ઓપરેશન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો