તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્ટેમસેલ ડોનેશનથી પિતાને નવજીવન, પુત્રી જાગૃતિ લાવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેમસેલ ડોનેશનથી પિતાને નવજીવન, પુત્રી જાગૃતિ લાવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેંઇશ્વરને જોયા નથી, પણ મારા પિતાને સ્ટેમસેલ ડોનેટ કરી તેમને નવજીવન આપનાર ગુજરાતના પ્રવીણ પટેલ મારા માટે ગોડફાધર સમાન છે. સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટને કારણે આજે મારા પિતા અમારી વચ્ચે છે. જેથી હવે દેશમાં સ્ટેમસેલ ડોનેશન માટે કેમ્પ કરીને અવેરનેસ ફેલાવું છું. તેમ સ્ટેમસેલ મેળવનારી શિવરામ ક્રિષ્નનની દીકરી વિદ્યાએ જણાવ્યું હતું.

નવજીવન મેળવનાર શિવરામ ક્રિષ્નનના જણાવ્યા મુજબ 2014માં પિત્તાશય કાઢવાનાં ઓપરેશન દરમિયાન માઇલોડિસપ્લાસ્ટિક સિન્ડ્રોમ, આરએઇબી 2- એએમએલ પ્રકારના લોહીના કેન્સરનું નિદાન થયું હતું. ત્યારે સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ એક ઉપાય હતો પણ પરિવારમાંથી કોઇનાં સ્ટેમસેલ મેચ થતાં અમે બ્લડ સ્ટેમસેલ રજિસ્ટ્રી દાત્રીની મદદથી પ્રવીણ પટેલનાં સ્ટેમસેલ મેચ થયાં અને પ્રવીણભાઇ અને તેમનાં પત્નીએ સંમતિ આપતાં સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ડોનર પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે સ્ટેમસેલ ડોનેટ પ્રક્રિયા રક્તદાન જેવી પ્રોસિઝર છે. દરેક વ્યકિતએ સ્ટેમસેલ ડોનેટ કરવા જોઇએ.

અંગે દાત્રી બ્લડ સ્ટેમસેલ ડોનર્સ રજિસ્ટ્રીના સીઈઓ રઘુ રાજગોપાલે જણાવ્યું હતું કે, દાત્રી પાસે હાલમાં કુલ 1,48,000 લોકોએ સ્ટેમસેલ દાતા તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રથમ ક્રમે તામિલનાડુ- 32 હજાર, કેરાલા- 31 હજાર, આંધ્રપ્રદેશ અને તેલંગાણા- 19 હજાર, કર્ણાટક- 18 હજાર તેમજ ગુજરાત 17 હજાર દાતાઓ સાથે પાંચમા ક્રમે છે.

વિદ્યા(ડાબેથી), પુત્ર, પત્ની સાથે શિવરામ ક્રિષ્નન્ અને ત્યાર બાદ ડોનર પ્રવીણ પટેલ પત્ની સાથે.

સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીનું બ્લડગ્રૂપ બદલાય છે

^સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ દર્દીનું બ્લડગ્રૂપ બદલાઇને જે ડોનરનું બ્લડગ્રૂપ હોય તે બની જાય છે. પ્રોસિઝરમાં ડોનરને 5 દિવસ સ્ટેમસેલ વધારવાનાં ઇન્જેક્શન આપ્યા બાદ એફરાસિસ મશીનની મદદથી 4 કલાકની પ્રોસિઝરમાં સ્ટેમસેલ કલેક્ટ કરાય છે. સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટમાં પ્રથમ પરિવારમાંથી મેચિંગ કરાય છે, દર્દીનાં ભાઇ-બહેનનાં સ્ટેમસેલ 25 ટકા અને માતા-પિતામાંથી 1 ટકા મેચિંગનો ચાન્સ હોય છે. > ડો.ચિરાગ શાહ, સ્ટેમસેલટ્રાન્સપ્લાન્ટ વિભાગનાં વડા, એપોલો હોસ્પિટલ

સ્ટેમસેલ ડોનેશનમાં ગુજરાત પાંચમા સ્થાને

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો