તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમીષ સાહેબા ભારતના ટોપ 5 અમ્પાયર્સમાં સામેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીષ સાહેબા ભારતના ટોપ-5 અમ્પાયર્સમાં સામેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ટરનેશનલક્રિકેટમાં ભારતના અનેક અમ્પાયર્સ ટેસ્ટ, વન-ડે તથા ટી20 ક્રિકેટ મેચોમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. વિશ્વ ક્રિકેટમાં ડિકી બર્ડ તથા ડેવિડ શેફર્ડ અમ્પાયરિંગ ક્ષેત્રે ટોચના ક્રમે છે. વિવિધ કેપ્ટન્સ રિપોર્ટ, મેચમાં પ્રભુત્વ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને કરાયેલા સર્વેમાં ભારતના ટોપ-5 અમ્પાયર્સમાં ગુજરાતના અમીષ સાહેબા ત્રીજા ક્રમે છે. કારકિર્દીમાં 57 ટેસ્ટ અને 15 વન-ડે રમ્યા બાદ અમ્પાયર બનેલા વેંકટ રાઘવન યાદીમાં મોખરાના સ્થાને છે. બીજા ક્રમે બેંગલોરના એસ. રવિ છે. અમીષ સાહેબાએ અમ્પાયર તરીકેની કારકિર્દીમાં 2009ના ટી20 વર્લ્ડ કપની બે મેચ ઉપરાંત 3 ટેસ્ટ, 51 વન-ડેમાં પણ અમ્પાયરિંગ કર્યું હતું. અમીષની 50મી વન-ડે 2011ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ચેન્નાઇ ખાતે રમાયેલી મેચ હતી. ટોપ-5 અમ્પાયર્સની યાદીમાં વીકે રામાસ્વામી ચોથા ક્રમે છે જેમને વિઝડન મેગેઝીન દ્વારા ‘ટોપ-ક્લાસ’ અમ્પાયર તરીકેની પણ ગણનાર કરવામાં આવી હતી. પાંચમા ક્રમે એસ. તારાપોરનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો