તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યારે શહેરમાં રીંછ જોવા મળતાં!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પ્રાધ્યાપક

1990 આસપાસનાં વર્ષોમાં અમદાવાદમાં રીંછના ખેલ જોવા મળતા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર-છ મહિને રીંછના ખેલ ફરતા રહેતા. સામાન્ય કદ-કાઠીનો પરપ્રાંતીય માણસ પોતાની સાથે કદાવર રીંછને લઈને આવતો. તડકામાં રખડીરખડીને કાળો થઈ ગયેલો અને ખરેખર તો કાળા રીંછને લઈને ફરતો રહેતો માણસ ‘કલ્લુભાઈ મદારી’ના નામે ઓળખાતો. કલ્લુભાઈના એક ખભે ઝોળો અને બીજા હાથમાં રીંછની લગામ જોવા મળતી. કોઈ પણ કંપનીના સાબુ-શૅમ્પૂ વાપરવાના કારણે, રીંછના માથા ઉપર નહીં, પરંતુ આખા શરીરે ઘાટા, ચળકતા, કાળા, વાળ જોવા મળતા. રીંછનો માલિક ડુગડુગી વગાડતો અને ઘરમાંથી છોકરાં ચોક તરફ દોટ મૂકતાં. માલિકની હિંદી ભાષા રીંછને સમજાય એટલી સરળ હતી. જેના કારણે રીંછ ખેલ કરે અને છોકરાં ખી ખી કરે. કલ્લુભાઈ રીંછને પૂછે કે, ‘તુ સસુરાલ જાએગા તો કૈસે ચલેગાω’ આના જવાબરૂપે રીંછડો બે પગે ઊભો થઈને, લાકડીને બન્ને ખભા ઉપર રાખીને, રૂઆબભેર ડગલાં માંડતો. બાદમાં, કલ્લુભાઈ રીંછને પૂછતા કે, ‘તેરી મા મર જાએગી તો તુ રોએગાω’ રીંછભાઈ માથું ધુણાવીને સ્પષ્ટ ‘ના’ કહેતા. પ્રશ્નમાં થોડો ફેરફાર કરીને ‘મા’ની જગ્યાએ ‘બાપ’, ‘બહન’, ‘ભાઈ’ જેવા વૈકલ્પિક શબ્દો વાપરીને કલ્લુભાઈ રીંછને પૂછતા રહેતા. દરેક સવાલ વખતે રીંછ નકારસૂચક શિરચેષ્ટા કરે. છેવટે, કલ્લુભાઈ એમ પૂછે કે, ‘તેરી બીવી મર જાએગી તો તુ રોએગાω’ પ્રશ્ન સાંભળતાંની સાથે જ, રીંછ બન્ને ‘હાથ’ને આંખો ઉપર ઢાંકીને રડવાનો અભિનય કરે અને આબાલવૃદ્ધ એમ સૌ કોઈ ખડખડાટ હસી પડતાં.

...અનુસંધાનપેજ નં.2

રીંછનો માલિક ડુગડુગી વગાડતો અને છોકરાં ચોક તરફ દોટ મૂકતાં. માલિકની હિંદી ભાષા રીંછને સમજાય એટલી સરળ હતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો