તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘જો મને કોઈ ત્યાં ત્રિરંગો ફરકાવતા અટકાવશે તો હું અનશન કરીશ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘જો મને કોઈ ત્યાં ત્રિરંગો ફરકાવતા અટકાવશે તો હું અનશન કરીશ’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
#TanzimAtLalChowk

ટ્રેન્ડનેશનલમાં છઠ્ઠા નંબર સુધી પહોંચ્યો

તન્ઝીમ જે કરે તેનું સમર્થન કરીશ : અમીર મેરાણી

તન્ઝીમનાઅનશન વિશે પૂછાતા પિતા અમીર મેરાણીએ કહ્યું કે, ‘તન્ઝીમ જે કરે તેને સમર્થન આપવાની અમારી તૈયારી છે. જરૂર પડે તો ત્યાંની અમારી રિટર્ન ટિકિટ પણ કેન્સલ કરાવવા સુધીની વાત મારે મારા ભાઈ સાથે થઈ ગઈ છે. જે થાય જોઈ લેશુ. વધીને અમને જેલમાં પુરશે. લડવું પડે તો લડી લેશુ. અમે નક્કી કરીને આવીશું કે લાલચોક આપણો છે કે નહીં?’ તન્ઝીમના પિતાએ કહ્યું કે, ‘તેમને ધમકીઓ મળવાની શરૂ થઈ છે. યુ ટ્યુબ પર તન્ઝીમના એક ઈન્ટરવ્યૂ નીચે અબ્દુલ્લા ખાન નામના યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘15અગસ્તકો કાશ્મીર મેં 14 અગસ્ત મનાયેંગે. આજા બેટા હમ તેરા બેશબ્રી સે ઈંતઝાર કર રહે હે.’ ફરહિન અર્શદ નામના યુઝરે લખ્યું છે કે, ‘આજાબેટાતુજકો એસે જુતે પડેંગે કે વાપીસ ચલી જાયેગી.’

આજે સવારથી જુદા જુદા મીડિયાવાળા મારો ઈન્ટરવ્યૂ લઈ રહ્યાં હતા. તેઓ મને ઈન્સ્પિરેશન ક્યાંથી મળ્યુંથી માંડી લાલચોક કેમ પસંદ કર્યો સુધીના સવાલો પૂછી રહ્યાં હતા. મેં તમામના ઉત્તર આપ્યા જે રીતે આપતી આવી છું. એ.એન.આઈ.ના પત્રકારે કહ્યું કે,‘ત્યાં આતંકવાદ બહુ છે તમને આર્મી ના પાડશે તો તમે શું કરશો?’ તમને ત્યાં તિરંગો લહેરાવવાની પરમિશન મળે તો શું કરશો? મેં તેમને કહી દીધુ છે કે માની ગોદમાં રમવા જવા માટે કોઈની પરમિશન લેવાની હોય. જો મને કોઈ અટકાવશે તો હું ત્યાં અનશન પર બેસી જઈશ. મને એમ પણ પૂછવામાં આવ્યું કે કોઈ રાજકીય પક્ષ તમારું બ્રેઈનવોશ કરશે તો તમે શું કરશો? મેં કહ્યું કે હું રાજકારણમાં માનતી નથી.

આજે અમે રાજઘાટ ગયા પણ બંધ હતો. અમે ઈન્ડિયા ગેટ ગયા. ત્યાં પણ પંદરમી ઓગષ્ટના કારણે દૂરથી જોવા મળ્યું. ખુબ સુરક્ષા વ્યવસ્થા હતી. અમે ત્યાં ફોટા પડાવ્યા. પછી અમે નજીકની એક માર્કેટમાં ગયા. જ્યાં અમે ખરીદી અને ખાણી-પીણીની મજા માણી. અમે કાલે સવારે અહીંથી પ્લેનમાં શ્રીનગર જઈશુ. દસ ચાલીસની અમારી ફ્લાઈટ છે. બાર વાગ્યે અમે ત્યાં પહોંચી જઈશુ. કેટલાક ચેનલવાળા ત્યાં એરપોર્ટ પર આવવાના છે. અમે ત્યાં કોઈ હોટલમાં રોકાવાના છીએ.

પ્રસ્તુત છે #TanzimAtLalChowkટ્રેન્ડમાંબહુરિટ્વિટ થયેલી કેટલીક લોકપ્રિય ટ્વિટ્સ.

}ગુલાબચંદપ્રસાદ : હિન્દુસ્તાનકી બેટી આગે બઢો દેશ તુમ્હારે સાથ હૈ, ક્યુંકિ કાશ્મીર હમારા હૈ.

} હેમલશાહ : કાશ્મીરનાભાઈ-બહેનોના દિલ જીતીને સલામત પાછી આવજે. ગોડ બ્લેસ યુ તન્ઝીમ.

} શહઝાદ: તન્ઝીમ,તારા રશિદા ફોઈ તારા માટે દુઆ માંગી રહ્યા છે. તેમના આશીર્વાદ તારી સાથે છે. જય હિન્દ.

} ડો.અમીતલાલકીયા : દૂરઆતંકવાદ કો કરને કી સબને મન મેં ઠાની હૈ, લહેરાયેગી લાલચોક મેં ત્રિરંગા, તન્ઝીમ તો ઝાંસીવાલી રાની હૈ....

} હર્ષિતશિયાળ : વેલડનતન્ઝીમ, તું મોડર્ન ઈન્ડિયાનું પ્રતિક છે અને અલગાવવાદીઓના મોં પર તમાચો છે.

સિટી રિપોર્ટર @ahm_cbશ્રીનગરનાલાલચોકમાં ત્રિરંગો લહેરાવવા નીકળેલી અમદાવાદની તન્ઝીમને દિવસેને દિવસે દેશ અને દુનિયામાંથી સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. શનિવારે સવારથી તન્ઝીમ ટ્વિટરમાં ટ્રેન્ડ રહી હતી. સવારે 8 વાગ્યે #TanzimAtLalChowkટ્રેન્ડશરૂ થયો હતો. શરૂ થવાના લગભગ પોણા કલાકમાં તે નેશનલ ટ્રેન્ડ્સમાં ઓગણીસમાં નંબરે પહોંચી ગયો હતો. સવા નવ વાગ્યા સુધીમાં તે અમદાવાદના ટ્રેન્ડ્ઝમાં ટોપ પર પહોંચી ગયો હતો. સાડા નવ પોણા દસ વાગ્યાના અરસામાં તે નેશનલ ટ્રેન્ડ્ઝના ટોપટેનમાં પહોંચી ગયો હતો. એક સમયે તે નેશનલ ટ્રેન્ડ્ઝમાં છઠ્ઠા નંબર સુધી પહોંચ્યો હતો. #TanzimAtLalChowkહેઝટેગહેઠળ લોકો સતત તન્ઝીમને શુભેચ્છા પાઠવી તેના પર ગૌરવ વ્યક્ત કરી રહ્યા છે અને તેની સલામતીની પ્રાર્થના કરી રહ્યા છે. ટ્રેન્ડ ચલાવવામાં સિદ્ધાર્થ છાયા, ભિષ્મક પંડિત, મુકુલ જાની, ભૂમિકા શાહ, નંદિતા ઠાકુર, પપ્પુ પંચાતિયો(પાર્થ શર્મા), ગુજરાતી ટ્વિટર ટોળકી અને શ્લોકા પંડિત સહિતના ટ્વિટર યુઝર અગ્રેસર રહ્યાં હતા. હજુ પણ હેઝટેગ હેઠળ લોકો સતત ટ્વિટ કરીને તન્ઝીમનું મનોબળ વધારી રહ્યાં છે. તન્ઝીમના પિતા અમીર મેરાણીએ તેમને સમર્થન આપનારા તમામનો આભાર માન્યો હતો.

#TanzimAtLalChowk

*વિવિધ સોફ્ટવેરની મદદથી મેળવેલા આંકડા અંદાજિત છે.

1,527,402

882,545

Impressions

Reach

ટોટલ ટ્વિટ્સ

2400

હેઝટેગ સાથે થયેલી

હેઝટેગ સાથે સતત સંકળાયેલા

278

યુઝર્સ

સવારે 8થી 11 દરમિયાન

} તન્ઝીમ મેરાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો