તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈશ્વિકબજારોમાં ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનામાં મંદી : સપ્ટેમ્બર પર તેજી-મંદીનો ખેલ

સોના-ચાંદીમાંસપ્તાહના અંતીમ દિવસે મોટો ઘટાડો આવ્યો છે. વૈશ્વિક સોનું તૂટીને 1350 ડોલર અંદર 1343 ડોલર અને ચાંદીએ 20 ડોલરની ટેકાની સપાટી તોડીને 19.70 ડોલર બોલાવા લાગી હતી. સપ્તાહના અંતીમ દિવસે બજાર પાછુ ફરી રહ્યું હોવાથી નવી તેજી અટકી રહી છે. જોકે, રોકાણકારોની નજર હવે સપ્ટેમ્બરમાં યોજાનારી ફેડની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે છે કે કેમ તેના પર કેન્દ્રિત થઇ છે. સ્થાનિક બજારોમાં પણ સોનામાં તહેવારો કે લગ્નગાળાની ડિમાન્ડ નથી જેના કારણે ભાવ સાંકડી રે
વૈશ્વિકબજારોમાં તેજીના ટેકે અને સ્થાનિક બજારોમાં પણ મજબૂત સ્થિતી જોવા મળી છે. સિંગતેલમાં તેજી બેકાબુ બની રહી છે. સરકારના ભાવ નિયંત્રણ છતાં તેલિયારાજાઓ બેફામ ભાવ વધારી રહ્યાં છે. સરકારે સિંગતેલ પર રૂા.2125નું ભાવ બાંધણું મુક્યું હોવા છતાં અત્યારે સિંગતેલ નવો ડબ્બો રૂા.2225 આસપાસ બોલાઇ રહ્યો છે. જ્યારે રાજકોટ ખાતે સિંગતેલ લુઝમાં ભાવ રૂા.1450-1460 બોલાઇ રહ્યાં છે. સિંગતેલની પાછળ કપાસિયા તેલમાં પણ ભાવ ઝડપી આગળ વધી રહ્યાં છે. ટ્રેડરો નવી સિઝન પૂર્વે સિંગતેલમાં હજુ ડબ્બા દીઠ રૂા.100 વધી શકે તેવો નિર્દેશ કરે છે કેમકે અત્યારે મિલોમાં ક્રશિંગની કામગીરી બંધ છે જ્યારે સિંગતેલનો સ્ટોક નહિંવત્ છે. દેશમાં ખરીફ વાવેતરમાં સારા વરસાદના કારણે વૃદ્ધિ જોવા મળી છે. 12 ઓગસ્ટ સુધીમાં દેશમાં કુલ 954.18 (895.91) લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન થઇ ચૂક્યું છે. જેમાં કઠોળનું વાવેતર 33 ટકાની વૃદ્ધિ સાથે 130.17 (97.70) લાખ હેક્ટરમાં નોંધાયું છે. તેલીબિયાં પાકોનું વાવેતર પણ વધીને 172.25 (163.84), ડાંગરનું 326.08 (304.71, ધાન્યપાકોનું 173.56 (163.75), શેરડીનું વાવેતર ઘટીને માત્ર 45.54 (49.51) જ્યારે કપાસના વાવેતરમાં પણ જંગી ઘટાડો થઇને 99.03 (108.67) લાખ હેક્ટરમાં નોંધાયું છે.

વૈશ્વિક બજારો પાછળ સ્થાનિક તેલોમાં તેજી : સિંગતેલ ડબ્બામાં બેકાબૂ તેજી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો