તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટ્રેન્ડ| અમેરિકન બજારો છેલ્લા એક મહિનાથી નવી ઐતિહાસિક ટોચે આંબી રહ્યા છે જેના ટેકે સેન્ટિમેન્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેન્ડ| અમેરિકન બજારો છેલ્લા એક મહિનાથી નવી ઐતિહાસિક ટોચે આંબી રહ્યા છે જેના ટેકે સેન્ટિમેન્ટ મજબૂત રહેશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નિફ્ટી માટે 8540 ટેકાની, 8830 પ્રતિકારક સપાટી

જીએસટીબીલ પાસ થયા પછી માર્કેટમાં તેજી માટેના તમામ કારણો ડિસ્કાઉન્ટ થઇ રહ્યા છે. સળંગ તેજીની ચાલમાં નિફ્ટી 8800 પોઇન્ટની મજબૂત રેઝિસટન્સ અને સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરવામાં વારંવાર નિષ્ફળ જઇ રહ્યો છે. તે જોતાં ટેકનિલી એવું કહી શકાય કે, આગામી શોર્ટટર્મ ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી માટે 8830 પોઇન્ટની સપાટી મજબૂત રેઝિસટન્સ સપાટી બની રહેશે. જ્યારે નીચામાં 8540 પોઇન્ટની સપાટી તૂટે તો એક તગડું કરેકશન આવી શકે છે.

જોકે ઇન્ટરનેશનલ શેરબજારો પૈકી અમેરીકન શેરબજારો છેલ્લા એક મહિનાથી નવી ઐતિહાસિક ટોચે આંબી રહ્યા છે. જ્યારે યુરોપ અને એશિયાઇ શેરબજારોમાં ધીરે ધીરે સુધારાની ચાલ આગળ વધી રહી છે. તેની પણ માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર સાનુકૂળ અસર જોવાઇ રહી છે. છેલ્લા સળંગ ત્રણ સપ્તાહમાં સેન્સેક્સે સુધારાની ધીમી ચાલ જાળવી રાખવા સાથે 349 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે. વિતેલા સપ્તાહની વાત કરીએ તો સેન્સેક્સ 74 પોઇન્ટના સાધારણ સુધારા સાથે 28152.40 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી 11 પોઇન્ટ ઘટી 8672.15 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. રોકાણકારોનું સેન્ટિમેન્ટ ધીરે ઘીરે પ્રોફીટબુકિંગલ તરફ વળી રહ્યું છે.

જોકે, જીએસટી બિલ રાજ્યસભામાં પાસ થવા ઉપરાંત ચોમાસાની સાનુકૂળ પ્રગતિના અહેવાલોના કારણે અંડરટોન મજબૂત રહ્યો છે. પરંતુ આરબીઆઇએ વધુ એકવાર લોનધારકોને નિરાશ કરતાં રોકાણકારો અંશત: પ્રોફીટ બુકિંગનો માર્ગ અપનાવી રહ્યા છે. પરંતુ તેની સામે વિદેશી નાણાકીય સંસ્થાઓ ભારતીય શેરબજારો માટે સતત બુલિશ બની રહેવા સાથે વિતેલા સપ્તાહે રૂ. 3838.45 કરોડની જંગી ખરીદી કરી હોવાનું સેબીના ડેટા દર્શાવી રહ્યા છે. માર્કેટમાં રિટેલ સેગ્મેન્ટનું પ્રતિનિધિત્વ કરતાં મિડકેપ ઇન્ડેક્સમાં સાધારણ સુધારો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. અન્ય સેક્ટોરલ પૈકી એફએમસીજી, બેન્કિંગ, પાવર અને આઇટી ઇન્ડેક્સમાં સાધારણ સુધારો રહ્યો હતો. પરંતુ આઇપીઓ ઇન્ડેક્સ 2.26 ટકા ઘટવા સાથે હેલ્થકેર ઇન્ડેક્સ 2.12 ટકા, રિયાલ્ટી ઇન્ડેક્સ 2.06 ટકા, ઓટો ઇન્ડેક્સ 1.21 ટકા, કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડેક્સ 1.03 ટકા અને ટેકનોલોજી ઇન્ડેક્સ તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ પણ સાધારણ ઘટ્યા હતા.

સેન્સેક્સ પેકની 30 પૈકી 16 સ્ક્રીપ્સ ઘટીને બંધ રહી હતી. તે પૈકી લ્યુપિન સૌથીવધુ 5.71 ટકા ત્યારપછીના ક્રમે ભારતી એરટેલ 4.58 ટકા, સન ફાર્મા 481 ટકા, હિરોમોટો 3.52 ટકા, સિપલા 2.90 ટકા, ગેઇલ 2.50 ટકા, મહિન્દ્રા 2.11 ટકા, એચડીએફસી બેન્ક 1.65 ટકા અને તાતા સ્ટીલ 1.60 ટકા ઘટીને બંધ રહ્યા હતા. જોકે અદાણી પોર્ટ્સ 10.03 ટકા ઉછળ્યો હતો. ત્યારપછીના ક્રમે એસબીઆઇ 4.47 ટકા, એક્સિસ બેન્ક 4.47 ટકા, ઓએનજીસી 3.23 ટકા, ટીસીએસ 3.15 ટકા અને એચડીએફસી 2.85 ટકા ઘટ્યા હતા.

શુક્રવારે એસબીઆઇ, બેન્ક ઓફ ઇન્ડિયા, દેના બેન્ક અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સના ક્યૂ-1 પરીણામો અપેક્ષા અનુસાર સાવ કંગાળ રહ્યા હોવા છતાં માર્કેટમાં સ્ટેટ બેન્ક ઉછળવામાં મોખરે રહ્યો હતો. જોવાનું રહેશે કે શેરના ઉછાળામાં કોની ગેઇમ થશે! બેન્કનો કોન્સોલિડેટેડ નફો 78 ટકા સુધી તૂટે અને શેર 8 ટકા ઉપરાંત ઉછળે ત્યારે દાળમાં કંઇક કાળું હોવા કરતાંય આખી દાળ કાળી હોવાની શંકા વિશેષ થવી જોઇએ!

ડોલરસામે રૂપિયામાં 12 પૈસાની પીછેહઠ :વિદેશી નાણાકીય સંસ્થાઓએ વિતેલા સપ્તાહે ભારતીય શેરબજારોમાં જંગી ખરીદી કરી હતી. તેના કારણે ડોલર સાધારણ ઘટવો જોઇએ. પરંતુ બેન્કો અને ઓઇલ માર્કેટિંક કંપનીઓની મન્થ એન્ડ ડોલર ડિમાન્ડ વધી હોવાના કારણે સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો 12 પૈસાના ઘટાડા સાથે 66.89ની સપાટીએ બંધ રહ્યો હતો. ડોલર સામે રૂપિયો સપ્તાહની શરૂઆતમાં 66.85ની સપાટીએ ખુલી 66.66-66.98ની રેન્જમાં રમી છેલ્લે 66.89ની સપાટીએ બંધ રહ્યો હતો. આગલાં બે સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયામાં 31 પૈસાનો આકર્ષક સુધારો રહ્યો હતો. અન્ય કરન્સી સામે પણ રૂપિયામાં થોડી સ્થિરતાથી ઘટાડાની ચાલ રહી હોવાનું જોવા મળ્યું હતું.

સપ્તાહ સેન્સેક્સ નિફ્ટી

11માર્ચ 247187510

18માર્ચ 249537604

23માર્ચ 253387717

8એપ્રિલ 246737555

13એપ્રિલ 256277850

22એપ્રિલ 258387899

29એપ્રિલ 266077850

13મે 254907815

20મે 253027750

27મે 266548157

3જૂન 268438221

10જૂન 266368170

17જૂન 266268170

24જૂન 263988088

16જૂલાઇ 278378595

22જૂલાઇ 278038541

29જૂલાઇ 280528639

5અોગસ્ટ 280788683

12અોગસ્ટ 281528672

(*જે હાયર બોટમ ટોપની િસ્થતિ દર્શાવે છે)

હાયર બોટમ-લોઅર ટોપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો