તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલાં ગૂડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |દિવાળીના તહેવારોમાં પશ્ચિમ રેલવે વિશેષ ટ્રેનો દોડાવશે. મુંબઈથી જોધપુર માટે, બાંદ્રાથી ઓખાે તેમજ ભાવનગરથી જમ્મુતાવી માટે 1 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. તમામ ટ્રેનોનું બુકિંગ 15 ઓગસ્ટથી તમામ રિઝર્વેશન સેન્ટરો તેમજ આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી કરી શકાશે. મુંબઈથી જોધપુર માટે 4 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડવાશે. ટ્રેન મુંબઈથી દર મંગળવારે સાંજે 4 વાગે ઉપડી બીજા દિવસે સવારે 11 વાગે જોધપુર પહોંચશે. બાંદ્રાથી ઓખા માટે સાપ્તાહિક વિશેષ ટ્રેન 5 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી દોડશે. ટ્રેન બાંદ્રાથી દર બુધવારે રાતે 11.40 વાગે ઉપડી બીજા દિવસે સાંજે 6.30 વાગે ઓખા પહોંચશે. ભાવનગરથી જમ્મુતાવી માટે સાપ્તાહિક વિશેષ ટ્રેન 7 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી દોડશે. તે ભાવનગરથી શુક્રવારે બપોરે 2.00 વાગે ઉપડી ત્રીજા દિવસે રવિવારે રાત્રે 1.25 પહોંચશે.

મુંબઈથી જોધપુર, ભાવનગરથી જમ્મુતાવી માટે વિશેષ ટ્રેન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો