તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રમુખ સ્વામી મહારાજનો અક્ષરવાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમુખ સ્વામી મહારાજનો અક્ષરવાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાળંગપુર જવા બસોની વ્યવસ્થા

દુનિયાના ધર્મોએ જેવા સંતનાં લક્ષણો ગણાવ્યાં છે તે સ્વામીજીમાં હતા

અમદાવાદ | પૂજ્ય પ્રમુખસ્વામીના અક્ષરનિવાસ બાદ બીએપીએસના છઠ્ઠા વડા તરીકે મહંતસ્વામીની વરણી કરવામાં આવી છે. સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ)ની પ્રણાલિ અનુસાર પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયાની થોડી પળોમાં તેમના અનુગામીની જાહેરાત કરવામાં આવી હતી.

...અનુસંધાન પાનાં નં.21

મહંતસ્વામીએ 1957માં યોગીજી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા લીધી હતી. મૂળ આણંદના વતની અને વેપારવ્યવસાય માટે જબલપુરમાં સ્થાયી થયેલા મણિભાઈ નારાયણભાઈ પટેલ તથા ડાહીબહેનને ત્યાં 13 સપ્ટેમ્બર, 1933એ મહંતસ્વામીનો જન્મ થયો હતો. તેમના જન્મના થોડા દિવસો બાદ બીએપીએસના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જબલપુર ગયા હતા અને તેમણે બાળ મહંતસ્વામીને આશીર્વાદ આપી કેશવ નામ આપ્યું હતું. પરિવારમાં તેમનું હુલામણા નામ વિનુ હતું. જબલપુરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ પરિવાર સાથે આણંદ સ્થાયી થયા અને આણંદની એગ્રીકલ્ચર કૉલેજમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આધ્યાત્મિક વિચારસરણી ધરાવતા મહંતસ્વામી વર્ષ 1951-52માં યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા હતા. યોગીજી મહારાજથી પ્રભાવિત થતાં તેઓ ઉનાળુ વૅકેશનમાં તેમની સાથે પ્રવાસ કરવા લાગ્યા હતા.

ત્યાર બાદ વર્ષ 1957માં યોગીજી મહારાજ પાસેથી તેમણે પાર્ષદ દીક્ષા ગ્રહણ કરી સાધુજીવન શરૂ કર્યું હતું. દીક્ષા બાદ તેઓ વિનુ ભગત તરીકે ઓળખાવા લાગ્યા. વર્ષ 1961માં તેમને ગોધરામાં દીક્ષા અપાઈ હતી અને સ્વામી કેશવજીવનદાસ બન્યા હતા. તેમણે મુંબઈમાં નવી દીક્ષા લેનારા 51 ઉચ્ચ શિક્ષિકોને સંસ્કૃતનું શિક્ષણ આપ્યું હતું અને દાદર મંદિરના વડા (મહંત) તરીકેની જવાબદારી સોંપાઈ હતી. ત્યારથી તેઓ મહંતસ્વામી તરીકે ઓળખાવા લાગ્યા.

વર્ષ 1971માં યોગીજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ મહંતસ્વામી પ્રમુખસ્વામીને સમર્પિત થઈ સંપ્રદાયની સેવા કરી શરૂ કરી હતી. અમદાવાદમાં 20 જુલાઈ, 2012એ પ્રમુખસ્વામી મહારાજે મહંતસ્વામીને અનુગામી તરીકે ઘોષિત કર્યા હતા.

સાળંગપુરમાં શનિવારે સાંજે 6 વાગે 95 વર્ષની વયે દેહત્યાગ, અંતિમ વિધિ બુધવારે બપોરે 3:00 વાગે

જિલ્લા પ્રમાણે દર્શન કરવાની તારીખ

પોતે સો વર્ષ પૂરાં નહીં કરે, તેવું પ્રમુખ સ્વામી જાણતા હતા

18 વર્ષની ઉંમરે શાસ્ત્રીમહારાજે દીક્ષા આપી હતી

{પરમધામ :13/08/2016,સાળંગપુર

{પાર્ષદ દીક્ષા: 7-12-1939

{ભાગવતી દીક્ષા: 10-01-1940

{જન્મ :07-12-1921

{જન્મ સ્થળ: ચાણસદ

{મૂળ નામ:

શાંતિભાઈપટેલ

સાધુ અક્ષરવત્સલસ્વામી

BAPSના પ્રવક્તા

પ્રમુખ સ્વામીના ઉત્તરાધિકારી મહંતસ્વામી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો