તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શ્રીમંતોનાં રસોડામાં ગામના રસોઈયાઓનું રાજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીમંતોનાં રસોડામાં ગામના રસોઈયાઓનું રાજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સર્વેશ શર્મા, છગનલાલ મેનારિયા | ઉદયપુર

મેનર,રંઢેડા, કિકરડા, બંઠેડા ખુર્દ અને ખરસાણ એવાં ગામો છે કે જ્યાંના લોકો માટે પાકકલા વ્યવસાય નહીં પણ પેશન છે. અહીંના લોકો દ્વારા બનાવવામાં આવેલાં સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ તેમને વિશ્વમાં ખ્યાતિ અપાવી રહ્યો છે. ગામોનાં 800 કરતાં વધારે લોકો પોતાની રસોઈનાં જોરે બોલિવૂડ કલાકારો જૂહી ચાવલા, વિનોદ ખન્ના સહિત અંબાણી, અંબુજા અને હિન્દુજા જેવા મોટા ઉદ્યોગપતિઓ અને શેઠ-શાહુકારોનાં રસોડાંમાં પોતાનું રાજ ચલાવી રહ્યાં છે. મુંબઈ, કોલકાતા, અમદાવાદ સહિત દેશનાં ખૂણેખૂણે નહીં પરંતુ દુબઈ, મસ્કત, અબુધાબી, કતાર, દોહા, હોંગકોંગ, કેનેડા, નૈરોબી અને લંડન સુધી રસોઇયાઓની નામના છે. રસોઇયાઓનાં જોરે કહેવત પ્રચલિત થઈ છે કે મેવાડના હાથો જેવો સ્વાદ બીજે ક્યાંω જૂહી ચાવલાનાં પતિ જય મહેતાનાં નૈરોબી સ્થિત ઘરમાં ભંવરલાલ મહેતા વર્ષોથી રસોડું સંભાળે છે. તો નાનાલાલ જાલાવત વિનોદ ખન્નાના કૌટુંબિક રસોઇયા છે. ખન્ના દેશ-વિદેશમાં ગમે ત્યાં જાય ભોજન બનાવવા માટે જાલાવતને સાથે લઈને જાય છે. મીઠાલાલ મેનરિયા અંબાણી જૂથના તો નિમતલાલ મેનરિયા અને ગોપાલ ભૂત હિન્દુજા જૂથનાં કૌટુંબિક રસોઇયા તરીકે વર્ષોથી રસોડું સંભાળી રહ્યા છે. એટલું નહીં ફેવિકોલ જૂથનાં મધુકર પારેખ અને અજય પારેખનું રસોડું પણ અહીંના ભેરુલાલ અને છોગાલાલ સુથાર સંભાળી રહ્યા છે. અંબુજા જૂથના પારિવારિક રસોડામાં ભંવરલાલ મેરાવત સેવા આપી રહ્યા છે. તો ચંપકલાલ વ્યાસ 30 વર્ષથી ત્રિભુવનદાસ ભીમજી ઝવેરીને ત્યાં રસોઇયા તરીકે નોકરી કરી રહ્યા છે. મેનાર ગામગામના ભેરુલાલ રુપજોત અને પૂનમચંદ મેનરિયાએ વર્ષો સુધી ધીરુભાઈ અંબાણીનાં ઘરે રસોઇયા તરીકે સેવા આપી હતી. ભેરુલાલનાં મૃત્યુ બાદ પણ તેમનાં પત્નીને આજેય ગ્રૂપ તરફથી રૂ. 4500 પેન્શન આપવામાં આવી રહ્યું છે. ધીરુભાઈ અંબાણી પણ પોતાના કૌટુંબિક રસોઇયાને મળવા માટે મેનાર આવ્યા હતા. મેનાર, ખરસાણ, રંઢેડા અને બાસેડા ખુર્દ ગામના લગભગ ચાર હજાર કરતાં વધુ લોકો પાસે પાસપોર્ટ છે. અહીં 10મું પાસ કર્યા બાદ સામાન્યત: પાસપોર્ટ કઢાવવાનું ચલણ છે.

અરેબિયન ટ્રેડિંગ કંપનીના માલિક મગનલાલ પંચોલિયાને ત્યાં આજીવન કૂક રહેલા વિજયલાલ દાવોત નિવૃત્ત થયા તો પંચોલિયાએ મેનાર ગામમાં હોસ્પિટલ, સ્કૂલ, પંચાયતી વાડી બનાવી આપી.

ઉદયપુરના ગામના રસોઇયાઓ અંબાણી, અંબુજા, હિન્દુજા સહિત અનેક મોટી હસ્તિઓને ત્યાં રસોઈ બનાવે છે

વ્યવસાય અને પેશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો