• Gujarati News
  • National
  • ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ પ્રથમ વખત 2 દિવસ પહેલા યોજાયો

ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ પ્રથમ વખત 2 દિવસ પહેલા યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે. ત્યારે મોસાળ સરસપુર મામાન ઘરે ગયેલા ભગવાન જગન્નાથજી નિજ મંદિરે પરત ફર્યા છે. આજે સવારે ભગવાનની ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ કરાઈ.

રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ યોજાયો. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી પોતાના નિજ મંદિરે પરત ફર્યા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે.

નેત્રોત્સવ વિધિમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી અને ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતાં.આ સાથે જગન્નાથ મંદિરમાં મહાઆરતી અને ધ્વજારોહણ વિધિ પણ કરવામાં આવી હતી. જેમાં અમદાવાના મેયર બીજલ પટેલ ભગવાન જગન્નાથના નેત્રોત્સવ વિધિમાં જોડાયા હતા.

અમદાવાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ પણ ભગવાન જગન્નાથના નેત્રોત્સવ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. પખવાડિયા બાદ નિજ મંદિરે ભગવાન પરત આવતા હોવાથી તેની ખુશાલીમાં સાધુ-સંતોનો ભંડારો પણ આજે યોજવામાં આવ્યો હતો. જે પરંપરાગત રીતે ‘કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ(દૂધપાક)’નો બનાવવામાં આવ્યા હતા. જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે, ભંડારાનાં દિવસે આ વખતે મોટી સંખ્યામાં સાધુ-સંતો આવી રહ્યાં છે.જે અંતર્ગત અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્રગિરિજી મહારાજ, મહામંત્રી મહંત હરિગિરિજી મહારાજ, વૈષ્ણવ અખાડાના ત્રણેય શ્રી મહંત, મંગલ પીઠાધીશ્વર ટીલા ગદ્દાચાર્ય સ્વામી માધવાચાર્યજી મહારાજ, જગદગુરુ અયોધ્યાચાર્યજી મહારાજ-નરસિંહધામ, હરિદ્વારનો સમાવેશ થાય છે.

જ્યારે ભંડારા તથા રથયાત્રામાં ભાગ લેવા માટે ૨,૫૦૦ જેટલા સાધુ-સંતો ગુજરા-સૌરાષ્ટ્ર ઉપરાંત હરિદ્વાર, અયોધ્યા, વૃંદાવન, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના સ્થાનોએથી પધારશે.

આજે જગન્નાથ મંદિર ખાતે યોજાયેલા પ્રસાદના કાર્યક્રમમાં 50 હજારથી વધુ ભક્તોએ કાળી રોટી, ધોળી દાળનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તે ઉપરાંત લોકોએ દાનની ભાવનાથી સેકડો કિલો મગ પણ મંદિરને દાનમાં આપ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતી હતી.

કેમ કરાય છે નેત્રોત્સવની વિધિ
ભગવાન પંદર દિવસ પોતાના મોસાળે જઈને આવ્યા હોય છે જ્યાં અનેક મીષ્ઠાનો અને જાંબુ આરોગ્યા હોય છે જેના કારણે તેમની આંખો આવી ગઈ હોય છે જેથી ભગવાન ના મંદિર મા પ્રવેશ વખતે આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે તેને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે

ભગવાનને ધરાવશે સાદું ભોજન
આવનારા બે દિવસ દરમિયાન પુરીથી આવેલ ઓયુષધિય ઉકાળા ભગવાનને ધરાશે.

માત્ર બાફેલા મગ જેવા સાદા ભોગ ધરાશે

મંદિર પરિસરને રોશનીથી ઝગમગ કરવામાં આવ્યું

આવનારા બે દિવસના ભગવાનના શણગાર અલગ-અલગ

અન્ય સમાચારો પણ છે...