• Gujarati News
  • National
  • જૈન સંગઠનો અનુકંપા જીવદયા માટે વર્ષે 15 કરોડ ખર્ચે છે

જૈન સંગઠનો અનુકંપા-જીવદયા માટે વર્ષે 15 કરોડ ખર્ચે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં જૈનના 100 જેટલા અલગ અલગ સંગઠનો દ્વારા ભુખ્યાઓને ભોજન, શિયાળામાં ધાબડા, ગરીબોને દવાઓ, 12 લાખ જેટલા મુંગા ઢોરને ઘાસચારો આપવો સહિતની પ્રવૃત્તીઓમાં મોટાપાયે દાન કરે છે.

એક અંદાજ પ્રમાણે માત્ર એક વર્ષમાં જ આ સંંગઠનો દ્વારા 15 કરોડ જેટલી રકમ અનુકંપા અને જીવદયા પાછળ ખર્ચ કરવામાં આવે છે. ત્યારે આ તમામ સંગઠનોને એક પ્લેટફોર્મ પર લાવીને વધુ સારી રીતે કામ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રવિવારે સવારે 8.30 વાગે બુધ્ધીસાગરસુરી જૈન ઉપાશ્રય, ગોદાવરીનગર વાસણા ખાતે આ સ્નેહ મીલનનો કાર્યક્રમ યોજાશે.

આ બાબતે ભદ્રેશ જૈને જમાવ્યું કે, જૈન સંસ્થાઓ દ્વારા પ્રતિવર્ષ 7 થી 8 લાખ ભુખ્યાને ભોજન, 80 હજાર જેટલા ધાબડાઓનું વિતરણ થાય છે. માત્ર દાણીલીમડા ખાતેના ઢોરવાડામાં જ છેલ્લા 15 વર્ષથી એક જૈન શ્રાવક દ્વારા રોજ 100 મણ ધાસ નાખવામાં આવે છે.

શૈક્ષણિક અને તબીબી સહાય પણ આપવામાં આવે છે. તે ઉપરાંત પક્ષીઓ માટે કુંડાનું વિતરણ થાય છે. જૈનો માત્ર પત્થરમાં નાણાં નાખે છે તે વિચારધારાને નાબુદ કરવા માટે આ સ્નેહ મિલનનું આયોજન કરવાાં આવ્યું છે.

સાદગીથી લગ્ન અને ગરીબોને મદદ
જૈન યુવક-યુવતીઓ પોતાના લગ્ન સાદગીથી કરી તે રકમ સાધુ-સાધ્વીજીઓને અર્પણ કરે છે. જે રકમનો ઉપયોગ આ પ્રકારે અનુકંપા અને જીવદયામાં ખર્ચ થાય છે. અનેક જૈન યુવાનો મોજશોખ કે હરવા ફરવા, હોટેલ પિક્ચરોના ખર્ચા બંધ કરી તે રકમ સતમાર્ગે વાળે છે. તેને પરિણામે ગરીબો અને અબોલ પશુ-પક્ષીઓ માટે અનેક સતકાર્યો થઈ શકે છે. ઉત્તરાયણમાં હજારો બાળકો પતંગ ઉડાડવાને બદલે પક્ષીઓ બચાવવાની કામગીરીમાં જોડાય છે.

અન્ય સમાચારો પણ છે...