• Gujarati News
  • National
  • વસ્ત્રાપુરમાં લિફ્ટમાં યુવતીની છેડતી કરનારો વિકૃત ઝડપાયો

વસ્ત્રાપુરમાં લિફ્ટમાં યુવતીની છેડતી કરનારો વિકૃત ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસ્ત્રાપુર વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે ગત રવિવારે લીફટમાં છેડછાડ કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે.

પોલીસસૂત્રોના અનુસાર આરોપી મહેશ કાનજીભાઈ દેસાઈ રહે. રણુંજાનગર, સેટેલાઈટ દુધ વેચવાનો ધંધો કરે છે અને માનસિક રીતે વિકૃતિ ધરાવે છે. ગત રવિવારે મહેશ તેના મામાને ત્યાં ઉવારસદ ગયો હતો. ત્યાંથી પાછા ફરતી વખતે તેણે એકટીવા પર જઈ રહેલી યુવતીને જોતા તેના મનમાં વાસનાનો કીડો સળવળી ઉઠયો હતો અને તેણે યુવતીનો પીછો કર્યો હતો.

યુવતી બિલ્ડીંગ નજીક પહોંચી ત્યારે મહેશ ત્યાં ઉભો રહી ગયો હતો, અને સ્કુટર પાર્ક કરી તેણી જેવી લીફટમાં જતી હતી તે ત્યાં પહોંચી ગયો હતો અને તેની સાથે છેડછાડ કરી હતી. યુવતીએ બૂમાબૂમ કરતા પકડાઈ જવાની બીકે તે નાસી છુટયો હતો.

અન્ય સમાચારો પણ છે...