• Gujarati News
  • National
  • 150 સ્કૂલની ફી નક્કી થશે ત્યાં સુધી તો પહેલું સત્ર પણ પૂરું થઈ જશે

150 સ્કૂલની ફી નક્કી થશે ત્યાં સુધી તો પહેલું સત્ર પણ પૂરું થઈ જશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ એફઆરસીમાં પ્રોવિઝનલ ફી ફાઇલ નહીં મુકનારી સ્કૂલોને પોતાની ફાઇલ મુકવા માટે 2 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. અમદાવાદમાં જ 150 જેટલી સ્કૂલો પોતાની ફાઇલ જમા કરશે. પરંતુ સ્ટાફના અભાવે એફઆરસી દરરોજની ત્રણથી ચાર જ સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી કરી રહી છે. તેથી આ તમામ સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં 2 મહિનાનો સમય લાગશે.

150 શાળાના બાળકોના વાલીઓએ હજુ પોતાની સ્કૂલની પ્રોવિઝનલ ફી માટે હજૂ રાહ જોવી પડશે. કારણ કે ફાઇલ મુકાયા બાદ પહેલા શાળાઓની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ તેની સામે વાંધા અરજી સ્વીકારવામાં આવશે. ત્યારબાદ સ્કૂલોની પ્રોવિઝનલ ફીનો ઓર્ડર કરવામાં આવશે. આ પ્રોસેસમાં વધારે ટાઇમ પસાર થઇ જાય છે. વાલીઓએ પ્રોવિઝનલ ફી માટે પહેલા સત્રના અંત સુધી રાહ જોવી પડશે.

ફી કમિટીમાં ઓછા સ્ટાફને લીધે વિલંબ
એફઆરસીમાં 12 કર્મચારી છે. દરરોજ હિયરીંગ, વાંધા અરજી, સ્કૂલોને નોિટસ આપવી, ફાઇનલ ઓર્ડર કરવા વગેરે માટે પુરતો સ્ટાફ નથી. તેના કારણે દરરોજ માત્ર ત્રણથી 4 શાળાની પ્રોવિઝનલ ફી જ નક્કી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...