• Gujarati News
  • National
  • સિન્થેટિક રેયોન ટેક્સટાઈલ ક્ષેત્રે $ 350 અબજનો લક્ષ્યાંક

સિન્થેટિક- રેયોન ટેક્સટાઈલ ક્ષેત્રે $ 350 અબજનો લક્ષ્યાંક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર સરકારે, ભારતમાંથી કરાતી સિન્થેટિક એન્ડ રેયોન ટેક્સટાઈલની નિકાસ હાલ 110 અબજ ડૉલર છે અને 2025માં 350 અબજ ડૉલર હાંસલ કરવાનો ટાર્ગેટ આપ્યો છે. આ લક્ષ્યાંક હાંસલ કરી શકાય તે માટે સિન્થેટિક રેયોનની નિકાસ માટે પ્રોત્સાહક પગલાં અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવે તે જરૂરી છે. સિન્થેટિક રેયોન કાપડના ઉત્પાદનમાં 14 ટકા વધારો કરવો પડશે. આ કાઉન્સિલના ઉપક્રમે આગામી તા.21થી 23 સપ્ટેમ્બર, 2018 દરમિયાન સુરતમાં ‘સોર્સ ઈન્ડિયા, 2018’નું આયોજન કરાયું છે. જેમાં ખરીદનાર- વેચનારને મહત્વનું પ્લેટફોર્મ મળશે. જીસીસીઆઈના પ્રેસિડેન્ટ જૈમિન વસાએ જણાવ્યું કે, પોલિયેસ્ટરના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે, આમ છતાં તેની નિકાસમાં 6ઠ્ઠા ક્રમે છે. ટેક્સટાઈલના નિકાસ માટે બજાર શોધવામાં અને નિકાસ કરવામાં એસઆરટીઈપીસી સહાયક ભૂમિકા ભજવશે. ચેમ્બરમાં સિન્થેટિક એન્ડ રેયોન ટેક્સટાઈલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની રિજિઅનલ ઓફિસનું ઉદઘાટન કરતી વેળા નારાયણ અગ્રવાલ અને પૂર્વ ચેરમેન અનિલ રાજવંશીએ કહ્યું કે, મેન મેઈડ ફાઈબરમાં ગુજરાત હબ છે. ટેક્સટાઈલ ક્ષેત્રે સુરત અને અમદાવાદનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. સુરતમાં યોજાનાર ‘સોર્સ ઈન્ડિયા, 2018’માં 40 દેશમાંથી 200 જેટલા ખરીદનાર ભાગ લેશે.મેનમેઈડ ફાઈબરમાં વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો 73 ટકા છે. ભારતમાં કપાસનું ઉત્પાદન બેઝિક રો મટીરિયલ છે અને તેને મેન મેઈડ ફાઈબર સાથે સંકલન કરાશે. ભારતમાં 40 ટકા લોકો સુતરાઉ કપડાંનો વપરાશ કરે છે જ્યારે 60 ટકા લોકો સિન્થેટિક કપડાં પહેરે છે. સુતરાઉ કપડાંનો વધુ ઉપયોગ કરાય તે માટે પ્રોત્સાહક પગલાં લેવા જરૂરી છે. યુવા વર્ગમાં કપડાં પહેરવાનો શોખ અને ટ્રેન્ડ બદલાયો છે. એક જ દિવસમાં યુવાનો જિમ, ઓફિસ, સાંજે ફરવા જવા અને નાઈટ શૂટ એમ ચાર વખત કપડાં બદલતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...