• Gujarati News
  • National
  • રાજપથ પાસેથી કારમાંથી 3.62 લાખની ચોરી

રાજપથ પાસેથી કારમાંથી 3.62 લાખની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપથ ક્લબ પાસે કાર પાર્ક કરી બેંકમાં કામસર ગયેલા ગેરેજ માલિકની કારમાંથી કોઈ અજાણી વ્યકિત રોકડા રૂા. 3.62 લાખની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સેટેલાઈટમાં આશાવરી ટાવરમાં રહેતા અને મકરબા ખાતે મોટરકાર ગેરેજ ધરાવતા સચીનભાઈ શાહ ગઈ તા. 7 ની જુનના રોજ પોતાના ગેરેજના કારીગરોને પગાર ચુકવવાનો હોવાથી ઘરેથી રોકડા રૂપિયા 3.50 લાખ બેગમાં લઈ શિવરંજની જવા નિકળ્યા હતા. બેગમાં તે ઉપરાંત બીજી 12 હજાર જેટલી રકમ પણ પડી હતી. તેઓ મીટિંગમાં બેગ સાથે લઈને ગયા હતા. મીટિંગ પતાવી બપોરના 12 વાગ્યાના સુમારે તેઓ રાજપથ કલબ સામે આવેલી એક્સિસ બેંકમાં કામસર ગયા ત્યારે તેમણે રોકડ ભરેલી બેગ પોતાની કારમાં મુકી હતી. આશરે પોણા એક વાગ્યાના સુમારે સચીનભાઈ બેંકમાંથી પાછા આવ્યા ત્યારે તેમની કારની પાછળના ભાગનો કાચ તુટેલો હતો અને કારમાંથી બેગની ચોરી થઈ ગઈ હતી. આ બેગમાં તેમનો પાસપોર્ટ, ઈલેકશન કાર્ડ, બેંકની ચેકબુક, તેમની પત્ની તથા માતાના આધારકાર્ડ વગેરે વસ્તુઓ પણ હતી જે કોઈ ચોરી ગયું હતુ. આ અંગે સચીનભાઈ શાહે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...