• Gujarati News
  • National
  • ડિપ્લોમાં ઈજનેરીના બીજા રાઉન્ડમાં 31,214ને પ્રવેશ

ડિપ્લોમાં ઈજનેરીના બીજા રાઉન્ડમાં 31,214ને પ્રવેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર |અમદાવાદ

એસીપીડીસીએ ધોરણ 10 પછીના ડિપ્લોમા ઈજનેરી કોર્સમાં સેકન્ડ રાઉન્ડના સીટ એલોટમેન્ટની જાહેરાત કરાઈ છે. જેમાં કુલ 31214 વિદ્યાર્થીઓને આવરી લેવાયા છે.મેરિટમાં સામેલ 46578 વિદ્યાર્થીઓ પૈકી રાઉન્ડ -2માં ભાગ લેનાર 31214 વિદ્યાર્થીઓને મેરિટ-પસંદગીના આધારે સીટ એલોટમેન્ટ કરાયુ છે. રાજ્યની 143 સંસ્થાઓની 54649 બેઠકોમાંથી 31214 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાતા 25720 બેઠકો ખાલી રહી છે.

બીજા રાઉન્ડમાં ટ્યુશન ફી માફી યોજના હેઠળ 532 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાયુ છે. બીજા રાઉન્ડના અંતે વિવિધ શાખાઓની સરકારી સંસ્થાઓ ખાતે 3819 અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની 21901 બેઠકો ખાલી રહી છે.

સેકન્ડ રાઉન્ડ સીટ એલોટમેન્ટ અંતર્ગત 4581 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સૌ પ્રથમ વાર સીટ એલોટમેન્ટ એટલે કે પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...