• Gujarati News
  • National
  • એમઈ એમફાર્મમાં પ્રવેશ માટે 14 15 જુલાઈએ પરીક્ષા

એમઈ -એમફાર્મમાં પ્રવેશ માટે 14-15 જુલાઈએ પરીક્ષા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

એસીપીસી દ્વારા હાથ ધરાનારી એમઈ-એમફાર્મ વિદ્યાશાખાની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે 14-15મી જુલાઈએ પોસ્ટ ગ્રેજ્યુએટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (પીજી સેટ) રાખવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના ત્રણ સ્થળોએ આ ટેસ્ટ યોજાશે.

એસીપીસીના મેમ્બર સેક્રેટરી ડો. જી પી વડોદરીયાના જણાવ્યા પ્રમાણે નવરંગપુરાની એલડી એન્જિનિયરિંગ કોલેજ, વડોદરાની એમએસ યુનિવર્સિટી, સુરત અને રાજકોટની ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. એમઈ કોલેજોની 5010 બેઠકો માટે પ્રવેેશ ઈચ્છતા કુલ 5020 જ્યારે એમફાર્મ કોલેજોની કુલ 840 બેઠકો માટે પ્રવેશ ઈચ્છતા કુલ 1408 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યંુ છે.

અન્ય સમાચારો પણ છે...