તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સેન્સેક્સ 386 બાઉન્સબેક, નિફ્ટી 10700 ક્રોસ

સેન્સેક્સ 386 બાઉન્સબેક, નિફ્ટી 10700 ક્રોસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

$ સામે રૂપિયો સુધરવા સામે ક્રૂડમાં ઘટાડો, વર્લ્ડ ટ્રેડ વોરની હળવાશ વચ્ચે શેરબજારોમાં સાર્વત્રિક સુધારાની ચાલ
વૈશ્વિક શેરબજારોમાં લાંબાગાળાના કરેકશન પછી સુધારો, ક્રૂડમાં ઘટાડો તેમજ કરન્સી માર્કેટમાં લોકલ કરન્સીમાં રિકવરીના કારણે વિવિધ સેક્ટર્સમા વેલ્યૂ બાઇંગ જોવા મળ્યું હતું. તે પૈકી આઇટી, ટેકનોલોજીમાં એક ટકા સુધી જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, અને ઓઇલ શેર્સમાં 3 ટકા સુધી સુધારો રહ્યો હતો. પાવર, રિયાલ્ટી, સ્મોલકેપ અને મિડકેપ સેગ્મેન્ટે પણ બે ટકા સુધી સુધારો નોંધાવ્યો હતો.

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2730 પૈકી 1842 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 743 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો.જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમન્ટ પણ વેલ્યૂ બાઇંગનું રહ્યું હતું. સેન્સેક્સ પેકની 31 પૈકી 24 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. તે પૈકી લાંબાગાળાનું કરેકશન પચાવી તાતા સ્ટીલ 3.61 ટકા સુધરી રૂ. 567.85 બંધ રહ્યો હતો. બજાજ ઓટો, 3.42 ટકા, યશ બેન્ક 3.16 ટકા, રિલાયન્સ 2.99 ટકા, લાર્સન 2.86 ટકા, અદાણી પોર્ટ્સ 2.75 ટકા, ઓએનજીસી 2.69 ટકા, વેદાન્તા 2.50 ટકા સુધર્યા હતા. જોકે, ઇન્ડસઇન્ડ બેન્ક, હીરો મોટોકોર્પ, એચડીએફસી બેન્ક, મહિન્દ્રા વગેરેમાં એક ટકા ઉપરાંત પીછેહઠ રહી હતી. સેન્સેક્સે સળંગ છ સપ્તાહના સુધારા બાદ 266 પોઇન્ટનો સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો છે.

આઇડીબીઆઇ બેન્કમાં એલઆઇસી મેજર સ્ટેક મેળવશે તેવી હવા પાછળ આઇડીબીઆઇ બેન્કનો શેર આજે 10.02 ટકા વધી રૂ. 54.90 બંધ રહ્યો હતો.

સ્થાનિક સંસ્થાઓની આક્રમક ખરીદી: વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે રૂ. 157.15 કરોડની નેટ વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 2262.83 કરોડની નેટ ખરીદીનો મજબૂત ટેકો રહ્યો હતો. જોકે ક્લાયન્ટ્સ વર્ગની રૂ. 1025.07 કરોડની નોંધપાત્ર નેટ વેચવાલી રહી હતી.

જૂન સિરિઝમાં નિફ્ટીમાં 1.5 ટકા કરેકશન, સેન્સેક્સે એક માસમાં 336 પોઇન્ટ ગુમાવ્યા
રૂપિયાની નબળાઇ, ક્રૂડની કિંમતમાં ભડકો, વર્લ્ડ ટ્રેડ વોર તેમજ સ્થાનિક મેક્રો ઇકોનોમિક નકારાત્મક ડેટાના પગલે ભારતીય શેરબજારો માટે જૂન મહિનો નેગેટિવ રિટર્ન વાળો પુરવાર થયો. સેન્સેક્સ જૂન માસ દરમિયાન 336 પોઇન્ટ ઘટ્યો હતો. નિફ્ટીએ પણ 1.5 ટકા સુધીનું કરેકશન નોંધાવ્યું છે. એફ એન્ડઓ સેગ્મેન્ટમાં પીએસયુ બેન્ક્સ, મેટલ્સ, રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ મિડકેપ્સમાં પણ હેવી કરેક્શન જોવા મળ્યું હતું. પીએસયુ બેન્ક નિફ્ટી 7 ટકા, જ્યારે રિયલએસ્ટેટ ઇન્ડેક્સ 9.5 ટકા ઘટ્યો હતો. તો બેન્ક નિફ્ટી 2 ટકા ઘટ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ પણ 6 ટકા ઘટીને રહ્યો હતો. જૂન સિરિઝમાં જેએસડબલ્યૂ સ્ટીલ, ડાબર ઇન્ડિયા, બ્રિટાનિયા, સેન્ચુરી ટેક્સટાઇલમાં હેવી રોલઓવર રહ્યું હતું. 38 સ્ક્રીપ્સમાં શોર્ટકવરિંગ રહ્યું હતું. સન ફાર્મામાં સૌથી વધુ 18 ટકા સુધારો રહ્યો હતો. તેની પાછળ મેજર ફાર્મા શેર્સમાં એવરેજ 14-17 ટકા સુધારો રહ્યો હતો. જ્યારે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, એચસીસી, રિલાયન્સ નેવલ,માં 28 ટકા સુધીનું નેગેટિવ રિટર્ન રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારોમાં બાઉન્સબેક
લાંબાગાળાના મંદીના સ્પેલ બાદ વૈશ્વિક શેરબજારોમાં આજે સાર્વત્રિક સુધારાની ચાલ રહી હતી. એશિયાઇ શેરબજારો પૈકી હોંગકોંગ, તાઇવાન અને સાંઘાઇ શેરબજારોમાં સંગીન સુધારો રહ્યો હતો. જ્યારે યુરોપિયન શેરબજારોમાં પણ ટ્રેડ વોર ટેરર હળવો થવાના આશાવાદે બાઉન્સબેકની સ્થિતિ રહી હતી.

જૂનમાં ટોપ-5 સુધરેલી સ્ક્રીપ્સ

કંપની રિટર્ન
સન ફાર્મા 18%

ડો. રેડ્ડી 16.95%

લ્યુપિન 16.27%

સિપલા 14.21%

જ્યુબિલન્ટ ફુડ 8.95%

જૂનમાં ટોપ-5 લૂઝર્સ

કંપની રિટર્ન
રિલાયન્સ કોમ. -28.53%

એચસીસી -27.33%

એનસીસી - 24.37%

રિલાયન્સ નેવલ -26.32%

આઇડીબીઆઇ -23.94%

અન્ય સમાચારો પણ છે...