તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધારીમાં ભાગેડુ કોટડિયા સામેના કોર્ટ ઓર્ડરનાં પોસ્ટરો ચોંટાડાયાં

ધારીમાં ભાગેડુ કોટડિયા સામેના કોર્ટ ઓર્ડરનાં પોસ્ટરો ચોંટાડાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | બીટકોઇન કૌભાંડમા સંડોવાયેલા ધારી બગસરા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા સીઆઇડી ક્રાઇમને શોધ્યા જડતા નથી. જેને પગલે હવે અમદાવાદ સિટી સેશન્સ જજની કોર્ટે એક જાહેરનામુ બહાર પાડી નલીન કોટડિયાને 30 દિવસમા કોર્ટમા હાજર થવા ફરમાન કર્યુ છે. અને કોર્ટના હુકમોની નકલ પોલીસે ધારીમા જુદાજુદા સ્થળે ચીપકાવી છે.

કોર્ટના હુકમની નકલો ધારી પોલીસ સ્ટેશન, ગ્રામ પંચાયતની ઓફિસ સહિત જાહેર સ્થળો પર ચોંટાડવામાં આવી છે
બીટકોઇન કેસમાં શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેની પાસેથી કરોડોના બીટકોઇન પડાવી લેવાના કૌભાંડમા અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ, એલસીબી પીઆઇ અનંત પટેલ તથા એલસીબીના કર્મચારીઓ હાલમા જેલમા છે. આ કેસમા ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાનુ પણ નામ ખુલ્યું છે. જેને પગલે અદાલત દ્વારા તેની ધરપકડનું વોરંટ ઇશ્યૂ કરવામા આવ્યું હતુ. પરંતુ નલીન કોટડિયા ફરાર હોય આ વોરંટ પરત ફર્યુંં હતું.

જેને પગલે તાજેતરમા અમદાવાદ સિટી સેશન્સ જજની અદાલતે એક જાહેરનામું બહાર પાડી નલીન નાનજીભાઇ કોટડિયાને 30 દિવસની અંદર અદાલતમા હાજર થવા ફરમાન જારી કર્યું છે. સીઆઇડી ક્રાઇમ અને સ્થાનિક પોલીસ દ્વારા અદાલતના આ હુકમની નકલો, ધારી પોલીસ મથક, ગ્રામ પંચાયત ઓફિસ વિગેરે જાહેર સ્થળો પર ચીપકાવી હતી.

ભાગેડુ નલીન કોટડિયાના કોર્ટના ઓર્ડરનું પોસ્ટર.

અન્ય સમાચારો પણ છે...