તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજદ્રોહ કેસમાં 22 મુદતથી હાજર ન રહેતા હાર્દિક સામે વોરંટની માંગ

રાજદ્રોહ કેસમાં 22 મુદતથી હાજર ન રહેતા હાર્દિક સામે વોરંટની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | પાટીદાર અનામત આંદોલન વખતે ઉશ્કેરણીજનક ભાષણો કરી રાજ્યમાં હિંસા, તોડફોડ અને કોમી વૈમનસ્ય ફેલાવવાના રાજદ્રોહના કેસમાં સતત 22 મુદતથી કોર્ટમાં ગેરહાજર રહેતા હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીન લાયક વોરંટ કાઢવા સરકાર તરફે અરજી કરાઇ છે.

કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિની અરજી અગાઉ ફગાવાઈ છે
એડિશનલ સેશન્સ જજ ડી.પી.મહિડાએ વધુ સુનાવણી 6 જુલાઇના રોજ રાખી છે.પાટીદાર અનામત આંદોલન વખતે ભડકાઉ ભાષણો કરી હિંસા અને કોમી વૈમનસ્ય ફેલાવવાના આરોપસર પાસના કન્વીનર હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ સામે રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. જેમાં પાછળથી ચિરાગ પટેલ તાજનો સાક્ષી બન્યો હતો.

આ કેસની સુનાવણી શુક્રવારે હાથ ધરાઇ હતી. ત્યારે આરોપી હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા ગેરહાજર રહ્યા હતાં. એકમાત્ર ચિરાગ પટેલ હાજર રહ્યો હતો. હાર્દિકના વકીલે કામ બોર્ડ પર લઇ અગાઉ કાઢેલું બિનજામીન પાત્ર વોરંટ રદ કરવા અને કેસની સુનાવણીમાંથી હાજર રહેવામાંથી મુક્તિ આપવાની અરજીઓ કોર્ટે ફગાવી દીધેલી છે.

મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે હાર્દિક સામે બિનજામીન લાયક વોરંટ કાઢવા રજૂઆત કરાયેલી કે, આરોપી સામાજિક કામમાં વ્યસ્ત હોવાનું બહાનું કાઢી કોર્ટની 21 મુદતોમાં હાજર રહ્યો નથી. આરોપીઓ સામે 17 માર્ચ 2017ના રોજની મુદત હતી. આ વાતને 15 મહિના થઇ ગયા હોવા છતાં હજુ સુધી આરોપીઓ સામે આરોપનામું ઘડાયું નથી.

અન્ય સમાચારો પણ છે...