તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 15 ટકા નફાની સ્કૂલોની માંગ હજુ સરકારે સ્વીકારી નથી: ચુડાસમા

15 ટકા નફાની સ્કૂલોની માંગ હજુ સરકારે સ્વીકારી નથી: ચુડાસમા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ખાનગી સ્કૂલોની 15 ટકા નફો રાખવાની માંગ સંદર્ભે શિક્ષણ મંત્રીએ આજે જણાવ્યું હતું કે સ્કૂલ સંચાલકોની 15 ટકાના નફાની વાત સરકારે સ્વીકારી નથી.

આવનારા સમયમાં વાલીઓ સાથે વાત કરીને જ ફાઇનલ ફોર્મ્યુલા તૈયાર થશે. આ માટે વાલી અગ્રણી સાથે વાત કરાશે. તેમનો મત જાણ‌વામાં આવશે.

11 જુલાઇ પહેલા કોમન ફોર્મ્યુલા તૈયાર કરવાના સંદર્ભે સ્કૂલ સંચાલકો અને સરકાર વચ્ચે યોજાયેલી મિટિંગમાં સ્કૂલ સંચાલકોએ 15 ટકા નફો રાખવાની માંગ કરી હતી. જો જેમની વાત સરકાર માને તો હાલની ફીમાં વધારો થઇ શકે છે.

પરિણામે અત્યાર સુધી સરકાર દ્વારા આ વાત માનવામાં આવી નથી. જ્યારે કે સ્કૂલ સંચાલકોએ સરકાર સાથે થયેલી મિટિંગને હકારાત્મક મિટિંગ ગણાવી હતી.

વાલીઓને સાંભળ્યા પછી જ અંતિમ નિર્ણય લેવાશે
ફોર્મ્યુલા મુદ્દે વાલીઓની વાત પણ અમે સાંભળીશું. વાલી અગ્રણીઓની વાત સાંભળીને જ સુપ્રીમ કોર્ટમાં રજૂ થનાર ફી અંગેની ફાઇનલ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણમંત્રી

અન્ય સમાચારો પણ છે...