• Gujarati News
  • National
  • બહેરામપુરા TPમાં રિઝર્વ પ્લોટ દૂર કરવામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

બહેરામપુરા TPમાં રિઝર્વ પ્લોટ દૂર કરવામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહેરામપુરા-દાણીલીમડા વોર્ડમાં ટીપી સ્કીમ નં. -38-1 ફાઈનલ થઈ નથી. આ ટીપી સ્કીમ 20 વર્ષ પહેલાં તૈયાર કરાઈ હતી અને હાલ સરકારમાં મંજૂરી માટે પેન્ડિંગ છે. આ સ્કીમમાં મોટાભાગના કોમર્શિયલ પ્લોટ રીઝર્વેશનમાંથી કાઢીને મોટાપાયે ભ્રષ્ટાચાર કરાયો હોવાનો પૂર્વ વિપક્ષી નેતા બદરૂદ્દીન શેખે આક્ષેપ કરી ઉચ્ચ કક્ષાની કમિટી રચીને તપાસ કરાવવાની તેમણે માંગણી કરી છે.

આ ટીપીમાં 22 રિઝર્વ પ્લોટ દર્શાવાયા હતા. પરંતુ ટીપીઓ. અને કેટલાંક હિત ધરાવતાં તત્વોએ મોટાભાગના કોમર્શિયલ પ્લોટ રીઝર્વેશનમાંથી દૂર કરીને ભ્રષ્ટાચાર આચર્યાનો તેમણે આક્ષેપ કર્યો છે.

અનામતમાંથી આ ફાઈનલ પ્લોટ દૂર કરાયા
ફાઈનલ પ્લોટ હેતુ

225 કોમર્શિયલ યુઝ

215 કોમર્શિયલ યુઝ

214 કોમર્શિયલ યુઝ

213 ઈન્ડસ્ટ્રિયલ યુઝ

222 કોમર્શિયલ યુઝ

221 ઈન્ડસ્ટ્રિયલ યુઝ

219 ઈન્ડસ્ટ્રિયલ યુઝ

218 ઈન્ડસ્ટ્રિયલ યુઝ

217 પબ્લિક પરપઝ

216 ઈન્ડસ્ટ્રિયલ યુઝ

212 કોમર્શિયલ યુઝ

ફાઈનલ પ્લોટ હેતુ

210 કોમર્શિયલ યુઝ

208 રેસિડેન્શિયલ યુઝ

226-એ,બી ગાર્ડન

227 ઈન્ડસ્ટ્રિયલ યુઝ

228 રેસિડેન્સિયલ યુઝ

197 રેસિડેન્શિયલ યુઝ

196 પબ્લિક પરપઝ

195 ઈ.ડબલ્યુ.એસ.

192 ગાર્ડન

193 ઈન્ડસ્ટ્રિયલ યુઝ

198 ઈન્ડસ્ટ્રિયલ યુઝ

અન્ય સમાચારો પણ છે...