• Gujarati News
  • National
  • ડાકોર જતા પદયાત્રી માટે પ્રસાદનું આયોજન

ડાકોર જતા પદયાત્રી માટે પ્રસાદનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાકોર જતા પદયાત્રી માટે પ્રસાદનું આયોજન
અમદાવાદ ઃ સિનિયર સિટિઝન ક્લબ ઘોડાસર દ્વારા ડાકોર જતા પદયાત્રીઓ માંટે પ્રભુપ્રસાદનું આયોજન કરાયું છે. કુલેશ્વર મહાદેવ, ભક્તિ પથ રોડ, નેનપુર ચોકડી ખાતે 25થી27 ફેબ્રુ. દરમિયાન પદયાત્રીકોને ભોજન અને વિશ્રામ સહિતની સુવિધા અપાશે.

બાળકોને ચંપલ વિતરણ કરાયું 
અમદાવાદ ઃ જૈન પોરવડ મહિલા ગ્રુપ દ્વારા સરસપુર ખાતે સ્કુલનાં બાળકોને ચંપલ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 560થી વધારે બાળકોને ચંપલ વિતરણ સાથે પેન્સીલ, રબર, અને સંચાનું વિતરણ કરાયું હતું.

આજ રોજ સત્સંગ કાર્યક્રમ યોજાશે
અમદાવાદ ઃ सद्दસદ્દવિચાર પરિવાર, જોધપુર ટેકરા, સેટેલાઈટ ખાતે સદ્દવિચાર પરિવાર દ્વારા 25મી ફેબ્રુ. સવારે 9.30 કલાકે સત્સંગનો કાર્યક્રમ યોજાશે. જેમાં વાસુદેવ પાઠક અને જયંતી દવે પ્રવચનો આપશે.

મહુધા ખાતે સેવા કેમ્પનું આયોજન
અમદાવાદ ઃ મહુધા સ્વામીનારાયણ ફાર્મ ખાતે ડાકોર જતા પદયાત્રીઓ માટે ભોજન માલીસ અને વિશ્રામની વ્યવસ્થા 26ફેબ્રુઆરીથી કરવામાં આવશે. સોમવારે સવારે 9કલાકે હસમુખબાપુ ગાદીપતિ હસ્તે કરવામાં આવશે.

કુમકુમ મંદિર દ્વારા ડોક્યુમેન્ટરી બનાવાઈ
અમદાવાદ ઃ કુમકુમ સ્વામી મંદિર દ્વારા ઘનશ્યામ મહારાજ રજંત જયંતી મહોત્સવ નિમિત્તે જીવન એક સંધર્ષ ડોક્યુમેન્ટરી બનાવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...