હવે OBCમાં રૂ.389 કરોડનું ફ્રોડ, દિલ્હીના હીરા વેપારી સામે કેસ
પીએનબીમાં થયેલા કૌભાંડ બાદ વધુ એક હીરા વેપારીનું કૌભાંડ બહાર આવ્યું છે. સીબીઆઇએ ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ (ઓબીસી)માં રૂ.389.85 કરોડની બેન્ક લોન કૌભાંડમાં દિલ્હીના એક ડાયમંડ જ્વેલરી એક્સપોર્ટર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સીબીઆઇએ કથિત છેતરપીંડી માટે દ્વારકાદાસ સેઠ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ પર આ કાર્યવાહી કરી છે. બેન્કની તપાસમાં જણાયું છે કે કંપનીએ લેટર ઓફ ક્રેડિટનો ઉપયોગ સોનુ અને અન્ય કિમતી રત્નોની ખરીદીની ચુકવણી કરવા માટે કર્યો હતો.