શહેરમાં આજે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભજન : સમરથ પાર્ક, અર્પણ સોસાયટીની અંદર, સ્મૃતિ મંદિર રોડ, નિગમ પાસે, ઘોડાસર ખાતે કલા મહેતાના ભજન. બપોરે 2થી 6 વાગ્યે

નંદ મહોત્સવ : આકા શેઠ કૂવાની પોળ, મ્યુનિસિપાલિટી સ્કૂલ, મદન ગોપાલની હવેલી, રાયપુર ખાતે રેણુકાબેન ભગતના ભજન. બપોરે 3થી 6 વાગ્યે

સુંદરકાંડ પાઠ : 20, ઉત્તર ગુજરાત સંગમ સોસાયટી, મીના બજાર, મેઘાણીનગર ખાતે શ્રી આંજનેય સુંદરકાંડ પરિવાર દ્વારા જીતુ ગજ્જરના સુંદરકાંડ પાઠ. સાંજે 5 વાગ્યે

ભજન : શ્રીરામ ભક્ત સેવાશ્રમ, 34 સાગર સોસાયટી, ઉત્તમનગર, મણિનગર ખાતે નયનાબેન પટેલના ભજન. સાંજે 5થી 7 વાગ્યે

સત્સંગ સકીર્તન : ગંગોત્રી ભવન, શેફાલી સેન્ટર, પાલડી ચાર રસ્તા ખાતે રમેશભાઈ ઓઝા પ્રેરિત સંસ્કૃતિ પરિવાર અમદાવાદના ઉપક્રમે સત્સંગ સકીર્તન. સાંજે 5થી 6.30 વાગ્યે

સુંદરકાંડ : શ્રી સિદ્ધપંચમુખી હનુમાનજી મંદિર, ઓમ ટાવરની બાજુમાં, સેટેલાઈટ ખાતે નંદકિશોર શાસ્ત્રીની વ્યાસપીઠે સુંદરકાંડ. સાંજે 6થી 8 વાગ્યે

ભજન : 80, ત્રિશુલ સોસાયટી, લલીતા સોસાયટીના કોમન પ્લોટ પાસે, ઈસનપુર ખાતે મીનાબેન ઠક્કરના ભજન. રાત્રે 9.30 વાગ્યે

ધાર્મિક