તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાવળામાં ડમ્પરે બાઈકને અડફેટે લેતાં બે યુવાન ગંભીર રીતે ઘવાયા

બાવળામાં ડમ્પરે-બાઈકને અડફેટે લેતાં બે યુવાન ગંભીર રીતે ઘવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળામાંઆવેલી સાણંદ ચોકડી ઉપર રાત્રે ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતા બે યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી.

બાવળામાં આવેલી શીવધારા સોસાયટીમાં રહેતા ઓમ હર્ષદભાઈ ઠક્કર અને તેનો ભાઈ ગોપાલ દિનેશભાઈ ઠક્કર બંને રાત્રે ઘરે જમીને સોડા પીવા જઈએ છીએ તેમ કહી બાઈક લઈને નીકળ્યા હતા. રાત્રે દસ વાગ્યાની આસપાસ તેઓ ઢેઢાળ ચોકડી બાજુથી આવીને સાણંદ ચોકડી ઉપર બાવળા ગામ તરફ વળતા હતા ત્યારે સરખેજ બાજુથી પુરઝપે આવી રહેલા ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ચલાવીને બાઈકને ટક્કર મારતા બાઈક ડમ્પર નીચે ઘુસી ગયું હતું.

બાઈક ઉપર સવાર બંને યુવાનોને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતા 108ને ફોન કરતા તે તુરંત ઘટના સ્થળે પહોંચી બંને ઈજાગ્રસ્તોને બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્રખાતે લઈ આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવારમાટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા.

બંને યુવાનો સારવાર માટે હોસ્પિટલે દાખલ કરાયા છે. તસવીર- ભરતસિંહ ઝાલા

અકસ્માત | સાણંદ ચોકડી ઉપર બનેલી ચકચારી ઘટના

અન્ય સમાચારો પણ છે...