તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટ પૂર્વે સેન્સેક્સ +69

ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટ પૂર્વે સેન્સેક્સ +69

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બપોરેસાર્વત્રિક સુધારા સાથે ખુલેલા યુરોપિયન શેરબજારો અને ગુરુવારે ડેરિવેટિવ્સ સેટલમેન્ટના કારણે ભારતીય શેરબજારોમાં શોર્ટકવરિંગનો સીન જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ ત્રણ દિવસના ઘટાડામાંથી મુક્ત થઇ 69.11 પોઇન્ટના સુધારા સાથે 28292.81 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 38.75 પોઇન્ટના સુધારા સાથે 8745.15 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સની પાછળ ટેલિકોમ, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ અને રિયાલ્ટી સેક્ટર્સમાં સુધારો રહ્યો હતો. સ્મોલકેપ અને મિડકેપમાં પણ સ્ટોક સ્પેસિફિક સુધારાની સંગીન ચાલ આગળ વધતી જોવા મળી હતી.

ગુરુવારે એફ એન્ડ સેટલમેન્ટ હોવા ઊપરાંત, તા. 4થી ઓક્ટોબરે આરબીઆઇ વ્યાજદરમાં ઘટાડો કરે તેવો આશાવાદ પ્રવર્તી રહ્યો છે. તેના કારણે માર્કેટમાં ત્રણ દિવસની 550 પોઇન્ટની ઘટાડાની ચાલને બ્રેક લાગી હતી. જોકે, સામાન્ય રોકાણકારોમાં હજી સાવચેતીનું વલણ રહ્યું હતું. સેન્સેક્સ પેકની 30 પૈકી 19 સ્ક્રીપ્સમાં સુધારાની અને 11 સ્ક્રીપ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. તે પૈકી તાતા સ્ટીલ સૌથી વધુ 3.25 ટકા ઊછળી રૂ. 379.80ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે ભારતી એરટેલ 2.69 ટકા, અદાણી પોર્ટ 2.27 ટકા, સ્ટેટ બેન્ક 1.83 ટકા, ઓએનજીસી 1.66 ટકા, તાતા મોટર્સ 1.49 ટકા, બજાજ ઓટો 1.49 ટકા, એક્સિસ બેન્ક 1.49 ટકા, પાવરગ્રીડ 1.28 ટકા અને લાર્સન 1.10 ટકા સુધર્યા હતા. જ્યારે રિલાયન્સ 1100ની સપાટી તોડી 1.87 ટકાના ઘટાડા સાથે રૂ. 1089.70ની સપાટીએ બંધ રહ્યો હતો. કોલ ઇન્ડિયા, હિન્દ યુનિલિવર અને સન ફાર્મામાં પણ સાધારણ ઘટાડાની ચાલ રહી હતી. બીએસઇ ખાતે ટ્રેડેડ 2875 પૈકી 1641 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1007 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ છતાં માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું રહ્યું છે. દરમિયાનમાં વિદેશી નાણાકીય સંસ્થાઓની રૂ. 73.83 કરોડની નેટ ખરીદી રહી હતી. સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 69.53 કરોડની નેટ વેચવાલી રહી હોવાનું બીએસઇના પ્રોવિઝનલ આંકડાઓ દર્શાવે છે.

સ્મોલકેપમાં આગેકૂચ

કંપનીબંધ સુધારો

વિનસ રેમેડી 120.0519.99

જીટીએલ16.6019.94

એવીટી41.5019.94

બાયક194.1519.11

TVSશ્રીચક્ર 3744.1518.18

સેન્સેક્સ પેકની સ્થિતિ

કંપનીબંધ +/-%

તાતાસ્ટીલ 379.803.25

ભારતીએરટેલ 321.602.42

અદાણીપોર્ટ 270.502.27

સ્ટેટબેન્ક 253.501.83

રિલાયન્સ1089.70-1.87

જિંદાલ સ્ટીલ 9 ટકા ઊછળ્યો |જિંદાલ સ્ટીલ અને જિંદાલ કોકની લેન્ડ ટ્રાન્સફરને આઇડીસીઓની મંજરી મળી ગઇ હોવાના અહેવાલો પાછળ જિંદાલ સ્ટીલનો શેર 8.89 ટકા વધી રૂ. 26.95ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે શેર 13.13 ટકા ઊછળી રૂ. 28 થઇ ગયો હતો.

વૈશ્વિકશેરબજારો: વૈશ્વિકશેરબજારોમાં યુરોપિયન શેરબજારો બપોરે મજબૂત ટોને ખૂલ્યા હતા. જ્યારે એશઇયાઇ શેરબજારોમાં મહદ્અંશે નરમાઇનો માહોલ રહ્યો હતો. ડેક્સ 101 પોઇન્ટ, સીએસી 48 પોઇન્ટ અને એફટીએસઇ 56 પોઇન્ટના સુધારા સાથે રહ્યા હતા. જ્યારે નિક્કેઇ 218 પોઇન્ટ, તાઇવાન 90 પોઇન્ટ અને સાંઘાઇ ઇન્ડેક્સ 10 પોઇન્ટ નરમ રહ્યા હતા.

સિઆટ5 ટકા ઊછળ્યો: સિંગાપોરસ્થિત ફંડ મેનેજમેન્ટ કંપની અમાન્સા હોલ્ડિંગ સિયાટમાં તેનો હિસ્સો વધારી 5 ટકા કરશે તેવા અહેવાલો પાછળ સિઆટનો શેર પણ 5 ટકા (રૂ. 59.75) ઊછળી રૂ. 254.80ની સપાટીએ બંધ રહ્યો હતો.

ફોરેક્સમાર્કેટ: ડોલરસામે રૂપિયો આજે વધુ 4 પૈસાના સુધારા સાથે 66.46ની સપાટીએ બંધ રહ્યો હતો. અન્ય કરન્સી સામે પણ રૂપિયામાં ટકેલું વલણ રહ્યું હતું. ઇન્ટરનેશનલ ફોરેક્સ માર્કેટમાં ડોલર અન્ય મેજર કરન્સી સામે નરમ રહ્યો હતો.

જિંદાલ સ્ટીલ, સિયાટમાં ઉછાળો, રૂપિયો વધુ મજબૂત બન્યો

યુરોપિયન શેરબજારોમાં સુધારો, શોર્ટ કવરિંગ અને વ્યાજદરઘટાડાના આશાવાદ વચ્ચે મર્યાદિત સુધારો

અન્ય સમાચારો પણ છે...