તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટાર્ટઅપની વાતો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકાર દ્વારા સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના અમલમાં મૂકવામાં આવતા ગુજરાતે તેમાં અગ્રેસર રહીને કામગીરી કરવાની શરૂઆત કરી દીધી છે, પણ સ્થિતિ કંઈ જુદી છે. ઉદ્યોગ કેન્દ્રોએ ભલામણ કરી હોય તેવા કિસ્સામાં પણ નવા સાહસિક યુવકોને લોન આપવામાં આવતી નથી.

છેલ્લાં પાંચ વર્ષમાં જિલ્લા ઉદ્યોગકેન્દ્રોએ કુલ 3,07,010 યુવાનોને લોન આપવાની વિવિધ બેંકને ભલામણ કરી હતી, પણ 1,49,158 ઉદ્યોગ સાહસિક યુવાનોને લોન આપવામાં આવી હોવાનું વિધાનસભા ગૃહમાં સરકારે સ્વીકાર્યું છે.

નવસાહસિકોને પ્રોત્સાહન આપવા અને રોજગારી મળી રહે તેટલા માટે કેન્દ્ર સરકારે સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના અમલમાં મૂકી છે. યોજના હેઠળ યુવાનોને ઉદ્યોગ નાખવા માટે કોઈ મુશ્કેલી પડે અને ખાસ કરીને લોન મેળવવામાં સરળતા રહે તેવા પ્રયાસ કરવામાં આવે છે. જોકે રાજ્યમાં 30 જૂન, 2015ની સ્થિતિએ લોન લેવા માટે 33 જિલ્લામાંથી 4,00,976 નવસાહસિકોએ લોન મેળવવા માટે વિવિધ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોમાં અરજી કરી હતી. પૈકી ઉદ્યોગ કેન્દ્રોએ 33 જિલ્લાના 3,07,010 યુવાનોને લોન આપવા માટે વિવિધ બેંકોને ભલામણ કરી હતી.

રાજ્યમાં બેંકોએ 1,57,852 નવસાહસિકોને ઉદ્યોગ નાખવા માટે ~22487.73 લાખની લોન આપી હતી. જ્યારે 1,49,158 નવસાહસિકોને લોન આપી નહોતી. જે જિલ્લામાં અરજીઓ મંજૂર કરવામાં આવી હતી તે પૈકી સૌથી વધારે અમદાવાદ જિલ્લામાં 19,072 અરજદારોને અને સૌથી ઓછી બોટાદ જિલ્લામાં 169 અરજદારોની અરજી મંજૂર કરવામાં આવી હતી.

નવસાહસિકોની લોન આપવા પાછળ બેંકોએ ઉમેદવારોએ જરૂરિયાત મુજબના દસ્તાવેેજો રજૂ કર્યા હતા. ઉપરાંત ધંધાના સ્થળની તપાસ સમયે ઉમેદવાર તે સ્થળે હાજર હતા તેમજ બેંકનો વાર્ષિક લક્ષ્યાંક પુરો થઇ ગયો હોવાથી લોન આપવામાં આવી હોવાના કારણો રજૂ કર્યા છે.

બેંકનું વાર્ષિક લક્ષ્યાંક પૂરું થતાં લોન મળી

1.49 લાખ નવસાહસિકો લોનથી વંચિત

અન્ય સમાચારો પણ છે...