તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બિલ્ડરના પુત્રનું અપહરણ, 3 કરોડ ખંડણી માંગી, 21 કલાક પછી છૂટ્યો

બિલ્ડરના પુત્રનું અપહરણ, 3 કરોડ ખંડણી માંગી, 21 કલાક પછી છૂટ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુહાપુરાપાસેના ફતેવાડી ભાઠા ખાતે રહેતા બિલ્ડરના 17 વર્ષના પુત્રના અપહરણના ગણતરીના કલાકોમાં પોલીસ હરકતમાં આવી જતાં ગભરાયેલા આરોપીઓએ ઇજાગ્રસ્ત કિશોરને 21 કલાક બાદ ગીતામંદિર ખાતે છોડી મુક્યો હતો. બિલ્ડર પાસે અપહરણકારોએ 3 કરોડ જેટલી ખંડણી માગી હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડરના કેટલાક નજીકના સગા તપાસના દાયરામાં હોવાનું પોલીસનું કહેવું છે.

બિલ્ડિંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા ઇમ્તિયાઝ અબ્દુલકાદર પાલનપુરી ભાઠા ફતેવાડી, મેમણ હોટલ પાસે આવેલી નસીમાન સોસાયટીમાં રહે છે. તેમનો 17 વર્ષીય પુત્ર શઉદ શુક્રવારે રાત્રે ઘરે આવી રહ્યો ત્યારે સફેદ મારૂતીવાનમાં બેઠેલી 3 અજાણી વ્યક્તિઓએ શઉદને કારમાં ખેંચી લીધો હતો. આરોપીઓએ શઉદને ધમકી આપી તેને ચુપ કરાવી દીધો હતો. શનિવારે સવારે 11 વાગ્યે અજાણ્યા વ્યક્તિએ ઇમ્તિયાઝને ફોન કરી 3 કરોડની ખંડણી માગી હતી. જે બાબતે પણ તેમણે પોલીસને જાણ કરી હતી. અપહરણ અને ખંડણીની બાબત પ્રકાશમાં આવતા એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) અને એસઓજી કામે લાગી ગયા હતા.

શનિવારે સાંજે 6.30 વાગે અચાનક શઉદે તેના પિતા ઇમ્તિયાઝને ફોન કરી જાણ કરી હતી કે, અપહરણકારો તેને ગીતામંદિર વિસ્તારમાં છોડીને જતાં રહ્યા છે. તરત તેઓ પોલીસ સાથે ગીતામંદિર પહોંચી ગયા હતા. પુત્રને સહીસલામત જોઇ પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. પોલીસે મોડીરાત્રે કિશોરનું નિવેદન લીધું હતું. તેણે જણાવ્યું હતુંકે, આરોપીઓ તેને અપહરણ કરી મોડાસા લઇ ગયા હતા. જ્યાં તેને માર મારવામાં આવ્યો હતો. એટલું નહીં તેના પર છરીથી હુમલો પણ કરાયો હતો. જોકે બાદમાં તેઓ તેને ગીતામંદિર પરત મુકી ગયા હતા.

ખંડણી માંગવા માટે બીજાના મોબાઇલનો ઉપયોગ કર્યો

સવારે11 વાગે આરોપીઓએ મોબાઇલ કરી ઇમ્તિયાઝ પાસે 3 કરોડની ખંડણી માગી હતી. મોબાઇલ લોકેશનને આધારે પોલીસે રાજેશ નામના યુવકની પુછપરછ કરી હતી. તેણે કહ્યું હતુંકે, કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ તેમની પાસે મોબાઇલ માગ્યો હતો. મેં ભલમનસાઇમાં તેમને ફોન વાપરવા દીધો હતો. પોલીસે અપહૃત કિશોરને મોબાઇલ ધારકને બતાવતા તે અપહરણકાર હોવાને સમર્થન મળ્યું હતું.

પોલીસયોજના ઘડતી હતી ત્યાં છુટકારાનો મેસેજ આવ્યો

શુક્રવારેફતેવાડીમાંથી બિલ્ડરના પુત્રનું અપહરણ થતા શહેર પોલીસ અપહરણ અંગે ક્રાઈમ બ્રાન્ચ સાથે બંધ બારણે મિટિંગ યોજી અપહરણકર્તાઓને કેવી રીતે પકડી પાડવા તે અંગે યોજના ઘડી રહ્યાં હતાં. જ્યારે બીજી તરફ જિલ્લા પોલીસે અપહરણકારોને ઝડપી લેવા માટે એકશન પ્લાન તૈયાર કર્યો હતો. જો કે શનિવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ શઉદે તે ગીતામંદિર હોવાની જાણ કરી હતી.

પોલીસને શંકા છે કે અપહરણમાં બિલ્ડરના નજીકના સબંધીની સંડોવણી હોઈ શકે છે. દિશામાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પોલીસ અપહરણકારોની ખુબ નજીક પહોંચી ગઇ હોવાનું અને ગણતરીના કલાકોમાં આરોપીઓ પોલીસ સકંજામાં આવી જશે તેવંુ મનાઇ રહ્યું છે.

ફતેવાડી ભાઠા વિસ્તારમાં રહેતા બિલ્ડરના 17 વર્ષના પુત્ર શઉદનું શુક્રવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ અપહરણ કરી શનિવારે સવારે રૂપિયા 3 કરોડની ખંડણી માંગી હતી. પરંતુ સાંજે તેને છોડી મૂક્યો હતો. }શૈલેષ પ્રજાપતિ

આરોપીઓ ટૂંકમાં ઝડપાઈ જશે

^અપહૃત બાળકને હેમખેમ છોડાવી લેવામાં આવ્યો છે. સમગ્ર બનાવની તલસ્પર્શી તપાસ ચાલી રહી છે. ટુંક સમયમાં આરોપીઓને પણ ઝડપી લેવામાં આવે તેવી શક્યતા છે. > નિર્લિપ્તરાય, એસ.પી.અમદાવાદ ગ્રામ્ય

અપહરણમાં બિલ્ડરના નજીકના સગાંની સંડોવણી હોવાની શંકા

અપહરણકારો બિલ્ડરના પુત્રને મોડાસા લઈ ગયા હતા

શુક્રવારે સાંજે ફતેવાડી ભાઠા પાસેથી મારુતિમાં ત્રણ વ્યક્તિ ઉઠાવી ગઈ હતી

અન્ય સમાચારો પણ છે...