તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જેહાદી ષડયંત્રના કેસમાં મહંમદ સલીમ જામીનમુક્ત

જેહાદી ષડયંત્રના કેસમાં મહંમદ સલીમ જામીનમુક્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેહાદીષડયંત્રના કેસમાં એટીએસ દ્વારા પકડાયેલા આરોપી મહંમદ સલીમ પઠાણને કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા સહિતના ગંભીર ષડયંત્ર માટે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે અગાઉ કોર્ટે કેસના 13 આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યા હોવાથી તેને જામીન પર મુક્ત કરવામાં આવે તેવી આરોપી તરફે માગ કરવામાં આવી હતી.

આરોપીની જામીન અરજીમાં એડ્વોકેટે રજૂઆત કરી હતી કે, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે, કેસમાં અગાઉ ૧૩ આરોપીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

પોલીસ પાસે આરોપી સામે કોઇ પુરાવા નથી. કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છીએ.

અન્ય સમાચારો પણ છે...