તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રિક્ષાચાલકોને લૂંટતો લઠ્ઠાકાંડનો ફરાર આરોપી 1 વર્ષે પકડાયો

રિક્ષાચાલકોને લૂંટતો લઠ્ઠાકાંડનો ફરાર આરોપી 1 વર્ષે પકડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં2009માં સર્જાયેલા લઠ્ઠાકાંડનો ફરાર આરોપી વિશાલ પરમાર, તેના સાગરિતો ઉપેન્દ્ર પટેલ, દિનેશ બુહા, ધીરજી રબારી અને આરિફ ખાન પઠાણની શુક્રવારે ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી હતી. સાબરમતી જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ વિશાલે ગેંગ બનાવી અને સોનાના દાગીના પહેરેલા રિક્ષાચાલકોને લૂંટતો હતો. ક્રાઇમબ્રાંચે પાંચેયને ઝડપી લેતાં રિક્ષાચાલકોને લૂંટવાના 14 તથા રિક્ષાચોરીના 5 ગુનાનો ભેદ ઉકેલાયો છે.

વિશાલ 19 ફેબ્રુઆરી, 2015એ માતાની બીમારીને કારણે 28 દિવસના પેરોલ પર છૂટ્યો હતો, પરંતુ પેરોલ પૂરા થયા પછી હાજર થતાં પોલીસે ફરાર જાહેર કર્યો હતો. દરમિયાન વિશાલે તેના સાગરિતો સાથે મળીને દાગીના પહેરતા રિક્ષાચાલકોને લૂંટવાનો કારસો રચ્યો હતો. િવશાલે શહેરમાં રિક્ષાચાલકોને લૂંટવાના 14 તથા રિક્ષા ચોરી કરવાના 5 ગુના આચર્યાનું કબૂલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...