તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એન.એ. કન્સ્ટ્રક્શનના નિલેશ શાહને વધુ 4 સપ્તાહના જામીન

એન.એ. કન્સ્ટ્રક્શનના નિલેશ શાહને વધુ 4 સપ્તાહના જામીન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘એનએએટલે ના નહીં હા’ના સ્લોગનથી લોકોને લલચાવી મકાનોનો કબજો નહીં આપનાર અને એક મકાન અન્ય વ્યક્તિને પણ વેચી છેતરપિંડી આચરનાર એનએ કન્સ્ટ્રકશનના બિલ્ડર નિલેશ શાહના કામચલાઉ જામીનમાં હાઇકોર્ટે વધુ 4 સપ્તાહનો વધારો કરી આપ્યો છે. જોકે આરોપીએ 2 લાખની રકમ ચૂકવનારને રૂ. 25 હજાર, 2 લાખથી ઓછી રકમ ચૂકવનારને 15 હજાર અને 5 લાખની રકમ ચૂકવનારને રૂ. 50 હજાર ચૂકવવાની હાઇકોર્ટને બાંયધરી આપી છે.

નિલેશ શાહે રજૂઆત કરી હતીકે, અત્યાર સુધીમાં તેમણે 2.29 કરોડ એવા ગ્રાહકોને પરત કર્યા છે જેેમને ફરિયાદ પણ કરી હતી. 3000 સભ્યોએ ફ્લેટ નોંધાવ્યા હતા જે પૈકી ~88 લાખ તેમને પરત ચૂકવી દેવાયા છે. અરજદારની દલીલો ધ્યાનમાં લઈ જસ્ટિસ એ.જે. દેસાઇએ આરોપીએ 25 હજારના જામીન આપ્યા બાદ તેમને જાતમુચરકા પર 4 સપ્તાહ માટે જામીન પર મુક્ત કરાય.

વાંધા સાથે નાણાં સ્વીકારાશે : પરીખ

ગ્રાહકસુરક્ષા અને પગલા સમિતિના મુકેશ પરીખે જણાવ્યું હતુંકે, છેતરાયેલા ગ્રાહકોને વ્યાજ સાથે રકમ પરત મળવી જોઇએ. જો તેમને હાઇકોર્ટ સમક્ષ બાંયધરી આપ્યા પ્રમાણે રકમ ચૂકવાશે તો ગ્રાહકો તે રકમ વાંધા સાથે સ્વીકારશે. બાકીની રકમ પરત મેળવવા માટે સમિતિ આગળની કાનૂની કાર્યવાહી ચાલુ રાખશે.

અન્ય સમાચારો પણ છે...