તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડમ્પરની ટક્કરથી દીવાલ તૂટતાં બે મજૂરોનાં મોત

ડમ્પરની ટક્કરથી દીવાલ તૂટતાં બે મજૂરોનાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરોડા-દહેગામરોડ પર મુિઠયા સર્કલ નજીક શુક્રવારે રાત્રે ડમ્પરચાલકે રિવર્સ લેતાં પાર્ટીપ્લોટ તૂટી હતી, જેને પગલે મજૂર દંપતીનાં મોત નિપજ્યાં હતાં જ્યારે બે યુવતી સહિત ત્રણને ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતા.

સત્યગ્રીન પાર્ટી પ્લોટમાં કામ કરતા મૂળ સંતરામપુરના પિન્ટુ પારગી (૨૩), શારદા પિન્ટુપારગી (૨૨), ઉષ્મા પારગી (૧૮), શર્મિલા પારગી (૧૯) અને પરબત પસારા (૩૨) સૂતાં હતાં. દરમિયાન રાત્ે ૧૧.૩૦ વાગ્યે ડમ્પરચાલકે રિવર્સ લીધું હતું. જેને પગલે પાર્ટીપ્લોટની દીવાલ નજીક સૂતેલા પરિવાર પર દીવાલ ધસી પડી હતી. અકસ્માતમાં પતિ-પત્ની પિન્ટુ અને શારદાનાં મોત નીપજ્યાં હતાં. બનાવ બનતાં અન્ય મજૂરો દોડી આવ્યા હતા અને દટાયેલા ત્રણ લોકોને બહાર કાઢી નરોડાની રૂદ્રાક્ષ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

ઘટનાની જાણ થતાં જી ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જી ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ બી. ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, મૃતકો અને ઈજાગ્રસ્તો મૂળ સંતરામપુર અને દાહોદના છે. પાર્ટીપ્લોટની બાજુમાં મજૂરીકામ કરતા હતા અને પાર્ટીપ્લોટ નજીક ઝૂંપડાં બાંધીને રહેતા હતા. ડમ્પરચાલક ડમ્પર મૂકીને ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...