તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાટીદારો સામે પગલાં તો લેવાં છે, પણ સમાધાન તૂટવાનોય ડર સતાવે છે

પાટીદારો સામે પગલાં તો લેવાં છે, પણ સમાધાન તૂટવાનોય ડર સતાવે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાર્દિકપટેલે 23મીએ જેલમાં જળત્યાગ કરતાં અમદાવાદના વસ્ત્રાલ અને નિકોલ, સુરતના સરથાણ અને બોટાદમાં હિંસાની છૂટક ઘટનાઓ રૂપે પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. એસ.ટી. બસો પર પથ્થરમારો, તોડફોડ અને આગચંપી સહિતના બનાવોની 4 પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ તમામ ફરિયાદો ‘અજાણ્યા લોકો’ સામે નોંધાઈ છે. પાટીદારો પ્રેરિત તોફાનો હોવાનું જાણવા છતાં પોલીસ કાર્યવાહી કરવામાં અસમંજસ અનુભવી રહી છે. પાટીદારોની ધરપરકડ થાય તો ફરીથી તોફાન ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે, બીજી તરફ સરકાર સાથેનું સમાધાન પડી ભાગે તો સરકારની ખફગી વહોરવાની ભીતિ સતાવી રહી છે. ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓ બાદ હવે પાટીદારો સામે પગલાં લેવામાં મૂંઝવણ થતી હોવાનું એક ઉચ્ચ પોલીસ અધિકારીએ નામ આપવાની શરતે જણાવ્યું હતું.

ધરપકડ તો થશે

^અમેશેહશરમ રાખ્યા વગર તોડફોડ કરનારા આરોપીની ધરપકડ કરીશું. ફરિયાદમાં આરોપીઓનાં નામ નથી. > એ.એમ.ચૌધરી, પીઆઈ,સરથાલા

ઓળખ નથી થઈ

^ઇસમોએબસની પાછળ તોડફોડ કરી હતી. આથી ડ્રાઇવર-કંડક્ટર તેમને જોઈ શક્યા. નામજોગ ફરિયાદ એટલા માટે નથી કે ફરિયાદી કોઈને ઓળખતા નથી. > એચ.જે.ચૌધરી, પીઆઈ,નિકોલ

ગુનેગારો પકડીશું

^તોડફોડકરનારા ઇસમો ભાગી ગયા હતા. ફરિયાદ નામજોગ ભલે હોય પરંતુ ગુનેગારોની ધરકપડ કરીશું. > આઈ.એમ.કોિડયા, પીઆઈ,બોટાદ

ફૂટેજમાં સ્પષ્ટ નથી

^અમેતપાસ કરી રહ્યાં છીએ. સીસીટીવી ફૂટેજ મળ્યા છે પરંતુ તેમાં સ્પષ્ટ દેખાતું નથી. તપાસ ચાલુ છે. > પરેશસોલંકી, પીઆઈ,રામોલ

23મીએ થયેલી તોડફોડની ઘટનાઓ બાદ પોલીસ દ્વિધામાં

અન્ય સમાચારો પણ છે...