તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદથી ઉપડતી ટ્રેનો વધુ 3 હજાર પેસેન્જર સમાવી શકશે

અમદાવાદથી ઉપડતી ટ્રેનો વધુ 3 હજાર પેસેન્જર સમાવી શકશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવેમંત્રાલયે તમામ લાંબા અંતરની ટ્રેનોમાંથી પેન્ટ્રીકાર હટાવવાનો નિર્ણય કર્યો છે. રેલવેના નિર્ણયથી એક પણ નવી ટ્રેન શરૂ કર્યા વગર પેસેન્જર્સ માટે દરરોજ 25 હજારથી વધુ સીટો મળશે. રેલવેના નિર્ણયથી અમદાવાદની 40 ટ્રેનોમાંથી પણ પેન્ટ્રીકાર દૂર થતા પેસેન્જર્સ માટે ત્રણ હજારથી વધુ સીટ વધશે.

પેસેન્જરોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટે રેલવેએ 2010માં નવી કેટરિંગ પોલિસી જાહેર કરી હતી. જે મુજબ તમામ ટ્રેનોમાંથી કોન્ટ્રાક્ટરોને હટાવી બેઝ કિચનમાં તૈયાર થયેલું ભોજન પૂરું પાડવાની યોજના હતી. પરંતુ રેલવેએ હજુ સુધી સ્ટેશનો પર બેઝ કિચન તૈયાર કર્યા નથી. આજે પણ જૂના કોન્ટ્રાક્ટરો પેન્ટ્રીકારમાં ભોજન તૈયાર કરે છે. ભોજનની ક્વોલિટી અંગે સતત ફરિયાદો મળતી રહી હતી. જેના કારણે રેલવેએ ફરી એકવાર ભોજનની વ્યવસ્થા આઈઆરસીટીસીને સોંપવાનો નિર્ણય કર્યો છે. દેશભરના A-1 અને A ગ્રેડના 400થી વધુ સ્ટેશનો પર હવે બેઝ કિચન બનવાશે. પેસેન્જરોને ભોજન અને નાસ્તામાં ક્વોલિટી પ્રોડક્ટ મળી રહે તે માટે તમામ રાજ્યોમાં મહિલા એનજીઓ સાથે સમજૂતિ પણ કરવામાં આવી છે.

એજરીતે જે તે શહેરની જાણીતી ફૂડ ચેન સાથે કરાર કરી પેસેન્જરોને ટ્રેનમાં તેમની સીટ પર ભોજન અને નાસ્તો પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આઈઆરસીટીસીએ શરૂ કરેલી ઇ-કેટરિંગ સિસ્ટમથી પેસેન્જરો વેબસાઈટ પર અથવા ફોન કે એસએમએસ દ્વારા પણ ઓર્ડર બુક કરાવી શકે છે.

ટ્રેનોમાંથી પેન્ટ્રીકાર દૂર કરાતા તેની જગ્યાએ ટ્રેનની જરૂરિયાત મુજબ રિઝર્વ કે જનરલ કોચ જોડવામાં આવશે. એટલે કે જે તે ટ્રેનમાં પેસેન્જરોને વધુ સીટ મળી રહેશે.

} કર્ણાવતી

} સંપર્ક ક્રાંતિ

} ડબલડેકર (અમદાવાદ-મુંબઈ)

} નવજીવન

} ઓખા-ગૌહાતી

} કામાખ્યા એક્સપ્રેસ

અમદાવાદની ટ્રેનમાંથી પેન્ટ્રી કાર દૂર થશે

ટ્રેનોમાં પેન્ટ્રી કારને સ્થાને પેસેન્જર કોચ જોડાશે

અન્ય સમાચારો પણ છે...